ETV Bharat / state

"ભરોસાની ભાજપ" હવે "ભ્રષ્ટાચારની ભાજપ" બની : શક્તિસિંહે કર્યો અધધ 15 અબજ 70 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ - GIDC corruption allegation - GIDC CORRUPTION ALLEGATION

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ગંભીર આરોપ મૂક્યો છે. શકિતસિંહ ગોહિલે દસ્તાવેજી પુરાવા રજૂ કરી ભાજપ સરકારે GIDC માં કુલ 15 અબજ 70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતા કહ્યું કે "ભરોસાની ભાજપ" તે હવે "ભ્રષ્ટાચારની ભાજપ" બની છે. જાણો સમગ્ર મામલો...

Etv Bharatશક્તિસિંહ ગોહિલ
Etv Bharatશક્તિસિંહ ગોહિલ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 3:33 PM IST

Updated : Jun 17, 2024, 9:50 PM IST

15 અબજ 70 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ (ETV Bharat)

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે GIDC માં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસીમાં (Gujarat Industrial Development Corporation) પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવા અને સિલસિલાબંધ હકીકતો મીડિયાને આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. જે ભાજપ ચૂંટણી સમયે કહેતી હતી કે "ભરોસાની ભાજપ" તે હવે "ભ્રષ્ટાચારની ભાજપ" બની છે.

આઝાદી પછી જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા. જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું. ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.

આપણા રાજ્યમાં નાના-નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે, સ્થાનિકોને રોજી મળે તથા ઉદ્યોગોનો સંતુલિત વિકાસ થાય તે માટે GIDC ની સ્થાપના કરવામાં આવી હતી. ભૂતકાળની કોંગ્રેસ સરકારમાં અનેક અવિકસિત વિસ્તારમાં નાની મોટી GIDC પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવી હતી. આવા પ્રકારની GIDC બનવાના કારણે અનેક નાના ઉદ્યોગકારો તથા વિશ્વકર્મા સમાજના ભાઈઓને ઉદ્યોગ કરવા માટેની તકો મળી અને સ્થાનિકોને રોજી પણ મળી હતી.

ભાજપ સરકારે આ GIDC નો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદા કરવાના બદલે હેતુફેર કરી કરીને માનીતાઓને મિલકત પધરાવીને કરોડો રૂપિયા પેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે, તેનો એક ખૂબ મોટો કિસ્સો આજે બહાર આવ્યો છે. ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પહેલે તબક્કે 3 અબજ અને 50 કરોડ તથા બીજા તબક્કામાં 12 અબજ અને 20 કરોડથી વધારેના ભ્રષ્ટાચારના જે ષડયંત્ર કર્યા છે.

GIDC ને અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી/ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે GIDC વિકસિત બને અને 90 ટકા પ્લોટ ફળવાય ત્યારે એ GIDC ને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે. આવા સેચ્યુરેટેડ ઝોનમાં બેઠા ભાવે નહીં, પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં 20 ટકા ઉમેરીને બાદમાં જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.

ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે 24 એપ્રિલ, 2023 ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે GIDC દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. 2,845 પ્રતિ ચો.મી. છે. અરજી મંગાવ્યા બાદ 27 જુલાઈ, 2023 ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને GIDC એ કહ્યું કે, નિગમની 518 મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો. એટલે કે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ જે કંઈ અરજી 24 એપ્રિલ, 2023 ના રોજ માંગવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવે છે. ઉપરાંત હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં 20 ટકા ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં.

આ પ્રકારનો પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજી આવી હતી એ બધા સાથે ખૂબ મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ જે ભ્રષ્ટાચારનું ષડયંત્ર બન્યું તે એ મુજબ છે કે, જો હરાજી કરવામાં આવે તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. થોડા સમય પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં એશિયન પેઈન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદવામાં આવ્યો તેની કિંમત રૂ. 8 હજારથી વધારે તેને ચૂકવવી પડી હતી. દહેજ અને સાયખા કરતાં વધારે અંદર આવેલા અને પૂરતી સુવિધા નહીં ધરાવતા વિસ્તાર એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ 6,000 થી 7,500 હજાર રૂપિયાનો ભાવ કેમિકલ ઝોનમાં પ્લોટનો 2022માં હરાજીમાં સરકારને પ્રાપ્ત થયો હતો.

અહીં હરાજી થાય તો ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પ્રતિ ચો.મી.ના મળે. આ રીતે જો જાહેર હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તે 5 લાખ ચો.મી. અને બીજા ફેઝમાં 20 લાખ ચો.મી. જમીન આપવાની થાય. આમ સરકારને ખૂબ સારી આવક સરકારને થઈ શકે. પરંતુ ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને GIDC એ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી, એ પરિપત્રને માત્ર 6 જ મહિનામાં એટલે કે 8 ફેબ્રુઆરી, 2024 ના રોજ ઉલટાવી નાખીને એવો પરિપત્ર કર્યો કે દહેજ અને સાયખામાં આવેલ કેમિકલ ઝોનને હવે અનસેચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવામાં આવે છે.

પરિપત્રનો સીધો અર્થ એ થઈ ગયો કે હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને 10 હજાર રૂપિયા પ્રતિ ચો.મી. ઉપજવાના હોય ત્યાં માત્ર રૂપિયા 2,845 પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજી ગણીને આપી શકાય. આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા GIDC ના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા. આના કારણે જે 5.25 લાખ ચો.મી. જમીન પહેલા ફેઝમાં આપવાની થાય. જેના કારણે સરકારની તિજોરી પર 3 અબજ 50 કરોડ રૂપિયાનું નુકસાન આવે અને બીજા ફેઝમાં 20 લાખ ચો.મી. જમીન એટલે 12 અબજ 20 કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થાય. આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે.

અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે FIR કરવામાં આવે. જેમાં પ્રથમ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને પણ આપવી નહીં. છતાં GIDC એ અરજી વગર હરાજી માટેની શા માટે મંગાવી ? બીજી માંગ કે બેઠા દરે જમીન ફાળવી દેવાનું ગુજરાતમાં હજુ પણ ષડયંત્ર કેમ ચાલે છે ? ત્રીજુ નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે. ઉપરાંત ED ને GIDC માં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. GIDCના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ED, ઇન્કમટેક્સ અને CBI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતથી વાકેફ કરવામાં આવે.

  1. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષનો આક્ષેપ પાયાવિહોણો, GIDC ભ્રષ્ટાચાર મામલે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ
  2. બેરોજગારોને ભથ્થાનો પ્રશ્ન શ્રમપ્રધાન માંડવિયાને જૉક લાગ્યો ! પ્રશ્નના જવાબથી હસીને ભાગ્યા

Last Updated : Jun 17, 2024, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.