ETV Bharat / state

ઘર આંગણે સરકારી સેવાનો લાભ લેવા થઈ જાવ તૈયાર, આ તારીખથી રાજ્ય વ્યાપી સેવાસેતુનો પ્રારંભ - Seva Setu program in the Gujarat

રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમાં તબક્કાના સેવા સેતુનો રાજ્ય વ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો છે, સેવા સેતુના 10માં તબક્કામાં કુલ 55 સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જાણો સેવા સેતુના કાર્યક્રમની સંપૂર્ણ રૂપેરખા વિસ્તારથી... Seva Setu program 2024

રાજ્ય વ્યાપી સેવાસેતુનો પ્રારંભ ( ફાઈલ તસ્વીર)
રાજ્ય વ્યાપી સેવાસેતુનો પ્રારંભ ( ફાઈલ તસ્વીર) (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2024, 7:41 AM IST

રાજ્ય વ્યાપી સેવાસેતુ કાર્યક્રમને લઈને રાજ્ય સરકારની રૂપરેખા (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમાં તબક્કાના સેવા સેતુનો રાજ્ય વ્યાપી પ્રારંભ થશે. સેવા સેતુના 10માં તબક્કામાં કુલ 55 સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૯ તબક્કામાં કુલ ૨.૮૯ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે. સેવા સેતુના ૯ તબક્કામાં અરજી નિકાલનો દર ૯૯.૮૮ ટકા રહ્યો હતો.

રાજ્યમાં આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બર થી સેવા સેતુ કાર્યક્રમના ૧૦માં તબક્કાનો પ્રારંભ થશે. જે આગામી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ ૦૩ કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં પણ મહાનગરપાલિકા દીઠ ૦૨ તથા નગરપાલિકા દીઠ ૦૨ કાર્યક્રમોનું આયોજન કરાશે.

સેવા સેતુના ૧૦માં તબક્કામાં વિશેષ એ રહેશે કે આ વખતે કુલ ૫૫ સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા વિભાગ, મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ જેવા વિવિધ વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળશે.

મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધીમાં ૯ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કુલ ૨.૮૯ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ મેળવ્યો છે. સેવા સેતુ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ૨,૮૯,૯૮,૩૪૯ અરજીઓ મળી હતી, જે પૈકી ૨,૮૯,૬૫,૦૬૪ અરજીઓ એટલે કે, ૯૯.૮૮ ટકા અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.

  1. જૂનાગઢમાં Seva Setuમાં ડરાવે તેવા દ્રશ્યો સર્જાયાં, ભીડનો પાર નહીં ને Corona Guidelinesનું તદ્દન ઉલ્લંધન
  2. રાજ્યમાં 4,172 કિમીના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા, 2,429 કિમી.માં મેટલ પેચ વર્ક પૂર્ણનો સરકારનો દાવો - repairing of dilapidated roads

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.