ETV Bharat / state

અમદાવાદના "જીવલેણ" SG હાઈવે પર ભીષણ અકસ્માત : એકનું મોત, બે લોકો ઈજાગ્રસ્ત - Ahmedabad accident - AHMEDABAD ACCIDENT

અમદાવાદ SG હાઈવે પર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. હાલ બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

SG હાઈવે પર ભીષણ અકસ્માત
SG હાઈવે પર ભીષણ અકસ્માત (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 1:17 PM IST

Updated : Jul 15, 2024, 2:03 PM IST

અમદાવાદ : શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે એસ. જી. હાઈવે પર સ્થિત પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જીવલેણ અકસ્માત : આ અંગે મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે અમદાવાદના એસ. જી. હાઈવે પર સ્થિત પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અલ્પેશ ગાગડેકરનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મયુર સિંધી અને કમલ સિંધીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ કાર્યવાહી : આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બોપલ બ્રિજ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

  1. શાકભાજી લેવા જતાં મોતને ભેટ્યા : કડોદરા નજીક અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત...
  2. અમદાવાદની રથયાત્રા દરમિયાન 3 લોકોની તબિયત બગડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Last Updated : Jul 15, 2024, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.