અમદાવાદની રથયાત્રા દરમિયાન 3 લોકોની તબિયત બગડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા - Rath Yatra in Ahmedabad
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 4:22 PM IST
|Updated : Jul 7, 2024, 7:34 PM IST
અમદાવાદ: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધામધૂમથી ઉજવાઈ રહી છે, તેની વચ્ચે રથયાત્રા દરમિયાન 3 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. રથયાત્રા દરમિયાન એક મહિલા અને 2 પુરૂષ સહિત 3 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. ત્રણેય લોકોની તબિયત અચાનક ખરાબ થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને હાલમાં ત્રણેયની હાલત સ્થિર હોવાની જાણકારી મળી છે
આ સિવાય અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈ ઢળી પડયા હતા, 5થી વધુ બાળકો વિખૂટા પડયા છે, 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો. કાલુપુરમાં રથયાત્રા રૂટમાં ફરી એક એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો.ભગવાનના રથ મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લુહાર શેરીમાં રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.