ભાવનગર: જૂના જમાનામાં આપણા પૂર્વજો હતા. તેઓ કેમ લાંબુ નિરોગી આયુષ્ય ભોગવતા હતા. તેનો જવાબ તેમના ખોરાકમાં છે. તેઓ જે વાનગીઓનું સેવન કરતા હતા. તે આજના સમયમાં બિલકુલ વિસરાઇ ગઇ છે. આજે જૂના જમાનામાં ઘરોમાં બનતી કેટલી વાનગીથી આજની પેઢી અજાણ છે. આપણા વડીલોની વાનગીઓ કેટલી ફાયદાકારક હતી અને તેને નવી પેઢીઓમાં જીવંત રાખવાના ભાગરુપે ભાવનગરના મહિલા ડાયટેશિયન તબીબ ડો. સલોની ચૌહાણે વિસરાતી 125 જેટલી વાનગીઓના પુસ્તકનું વિમોચન કર્યુ છે. જો કે, આ પુસ્તક બજારમાં નહી મળે પરંતુ મફતમાં વાંચવા જરુર મળશે.
ભાવનગરના મહિલા ડાયટેશિયને લખ્યું પુસ્તક: ડો. સલોની ચૌહાણે જણાવ્યું કે, આ પુસ્તક ફક્ત મે એકલીએ નથી લખી. પરંતુ આ પુસ્તક સહિયારુ પુસ્તક છે. આ પુસ્તકમાં અલગ અલગ વ્યક્તિઓ દ્વારા રેસિપી આપવામાં આવી છે. આ પુસ્તકમાં તે વ્યક્તિનું નામ અને ફોટો પણ રેસીપી સાથે આપવામાં આવ્યા છે. એનું મુખ્ય કારણ એ હતું કે, 'હું એમ ઈચ્છતી હતી કે જે હાઉસવાઈફ આપણા માટે જે મહેનત કરે તેને પણ વિશેષાધિકાર આપું અને તે પણ મારી પુસ્તકમાં મારી સાથે રહે. મેં આ પુસ્તક લખ્યું નથી, પરંતુ સંકલન કર્યુ એમ કહી શકાય. એમ કે મારા દ્વારા આ પુસ્તકનું સંપાદન થયું છે. આ પુસ્તકના સંકલનમાં ફક્ત મારો જ હાથ નથી. પરંતુ ભાવનગરના કુંવરી સાહેબ બ્રિજેશ્વરીદેવી, નિશિતભાઇ મહેતા માઇક્રોસાઇન, ડો. સલોની ચૌહાણના પતિ તે ઉપરાંત અમર જયોતિ સ્કૂલના ઓનર અમરજ્યોતિબા ગોહિલ, ઉદ્યોગપતિ જીતુભાઇ કામદાર, ટાઇટનના ઓનર મુકેશભાઇ જોધવાની અને રમેશભાઈ મધુસિલિકાના ઓનર એ બધા લોકોએ ફૂલ નહી તો ફૂલની પાંખડી જેવો સપોર્ટ કર્યો છે'.
વિસરતી વાનગીનું પુસ્તક બનાવવાનું હેતુ: ડો. સલોની ચૌહાણે જણાવ્યું હતું કે, અમે આ પુસ્તક વધારે છપાવી કે ઓછી છપાવી એવું નથી. કે આ પુસ્તકને વેચાણમાં મૂકી હોય. આ પુસ્તકમાં આપેલી આપણા પૂર્વજોની વિસરાતી વાનગીઓને હું આવનારી જનરેશનને આપવા જઇ રહી છું. આ પુસ્તકના વેચાણના વિચાર કરતા એવું વિચાર્યું કે, સંપતિ એ આપણા પિતા તરફથી મળે છે. એ સંપતિ કે પૈસા આપણા બાળકોને આપીએ છીએ. એ વિચાર મને પસંદ નથી એટલે આ પુસ્તક વેચાણમાં મૂકી નથી.
આ સ્થળો પર વાંચવા મળશે પુસ્તક: ડો. સલોની ચૌહાણે જણાવ્યું કે, અમે બને એટલો આ પુસ્તકને ગુજરાતના દરેક શહેરો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જે તે શહેરની લાઇબ્રેરી અને યુનિવર્સિટીમાં પણ પુસ્તક પહોંચાડવાની કોશિશ કરીશું. કે આ પુસ્તકની એક એક કોપી મૂકી શકીએ તેવો પ્રયત્ન કરીશું. જેથી કરીને આજથી કદાચ 100 વર્ષ કે 500 વર્ષ પછી પણ કોઈ બાળક આપણી આ વિસરાતી વાનગીઓની પુસ્તક ખોલે ત્યારે એને ખબર પડે કે, આપણા પૂર્વજોએ જે આપણને રેસીપી આપી હતી, જે વાનગીઓ આપી હતી. તે વાનગીઓ પોષણસભર છે. એમાં સારા એવા પોષક તત્વો છે. જેને આપણે વિસરવાની કોઈ જરૂર નથી અને હું તો એમ કહીશ કે, કદાચ લાઇબ્રેરી અને યુનિવર્સિટીમાં મેડિકલ કોલેજમાં પણ રાખવી જોઇએ. એટલે જો છોકરાઓ વાંચશે તેમાંથી વિસરાતી વાનગીઓને બનાવશે તો આ વાનગીઓ ભૂલાતી અટકી શકે છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, આ વાનગીઓ હવે ન વિસરાય તેની જાળવણી આપણે કરવાની જરુર છે.
ગુજરાતની વિસરાતી વાનગીઓ: ડો. સલોની ચૌહાણે જણાવ્યું કે, જેમ જેમ બધી વાનગીઓ આવતી ગઈ એમ ખબર પડી કે, જાદરિયું, ભરતીયું શું છે. ત્યારબાદ ડાંગ વિસ્તારમાં વાંસનું શાક, ફાંગનું શાક, કરમદાની ભાજી, ચણાના ભાજીની કઢી ફજેતો, ઘેસ, ગોધરાની ઘેસ, ચોખાની ઘેસ જેવા વાનગીઓના આજની પેઢીએ નામ પણ નહી સાંભળયા હોય તેવી વાનગીઓ છે. ત્યારે બોળો બોળો રેસિપી એ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની રેસીપી છે. જેનો ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીએ એમના પુસ્તકમાં પણ કર્યું છે.
રેસીપી ક્યારે આરોગી શકાય તેની માહિતી: ડો. સલોની ચૌહાણે જણાવ્યું હતું કે, તમે લોકોને પૂંછશો કે કંસાર અને લાપસીમાં શું ભેદ છે. તો લોકો કંસાર અને લાપસીને એક જ માનશે. પરંતુ આ અલગ અલગ વાનગીઓ છે. કંસાર અને લાપસી બને કાચા કે પકવેલા પણ હોય છે. જે એકબીજાથી અલગ છે. પરંતુ આ વાનગીઓ કેમ અલગ છે તે લોકોને જણાવવાનો પ્રયત્ન અમે આ પુસ્તકમાં કર્યો છે. આ પુસ્તકમાં લગભગ દરેક વાનગીનો ઇતિહાસ પણ આપ્યો છે. તેમાં કેવા પ્રકારના પોષક તત્વો છે, તે કઇ સિઝનમાં આરોગાય તો સ્વાસ્થ્ય સારુ રહે તે પણ માહિતી આપવાની કોશિશ કરી છે.
દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે તેવો અનુરોધ: વધુમાં ડો. સલોની ચૌહાણે કહ્યું કે, હજુ આ પુસ્તકનું ગાંધીનગરમાં હિમાચલ ભાઇ મહેતાએ મોટો એક્ઝિબિશન કર્યો. એમાં આ પુસ્તકનું લૌન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે લગભગ 1 કે 2 મહિનામાં ગુજરાતની બધી લાઇબ્રેરી અને યુનિવર્સિટીમાં આ પુસ્તક પહોંચશે, તો હું લોકોને અનુરોધ કરીશ કે, તમે આ પુસ્તકને વાંચો. અને દરેક સુધી પહોંચાડો.
આ પણ વાંચો: