જુનાગઢ: વરસાદ હવે ધીમે ધીમે મુશ્કેલી સર્જી રહ્યો છે આજે એને આવતીકાલે જુનાગઢ, સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા સરાડીયા વિસ્તારમાંથી આજે સાત જેટલા ખેડૂતો અને ખેત મજૂરોનું એસડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને તેમને પુર માંથી બહાર કાઢ્યા હતા.
પૂરમાં ફસાયેલા સાત વ્યક્તિઓનું રેસ્ક્યુ
વરસાદ હવે ધીમે ધીમે મુશ્કેલી જનક બની રહ્યો છે. આજે અને આવતીકાલે જુનાગઢ સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા સરાડીયા ઘેડ વિસ્તારમાંથી સાત જેટલા વ્યક્તિઓનું એસડીઆરએફ ની ટીમે રેસ્ક્યુ કરીને તેમને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. સરાડીયા વિસ્તાર ખેતીના વિસ્તાર તરીકે જાણીતો છે અહીં ખેડૂતો અને ખેત મજૂરો ખેતરમાં જ રહેતા હોય છે આવી પરિસ્થિતિમાં ભાદર નદીનું પાણી આ વિચારતા ખેડૂતો અને ખેત મજૂરો વરસાદી પુર ની વચ્ચે ખેતરમાં જ ફસાયેલા જોવા મળતા હતા.
ઘેડ વિસ્તારની સમસ્યામાં થઈ શકે વધારો
સતત પડી રહેલો વરસાદ હવે જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારને મુશ્કેલીમાં મૂકી શકે છે. રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ભાદર નદીનું પાણી તેમજ જુનાગઢ જિલ્લામાં પડેલા વરસાદનું પાણી ઓજત નદી મારફતે ઘેડ વિસ્તારમાં ભેગું થાય છે. સરડીયામાં આવેલા પૂરનું પાણી ભાદર નદી માંથી આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ખેતરમાં કામ કરતા ખેત મજૂરો અને ખેડૂતો અચાનક પૂરના પાણીની વચ્ચે ફસાયેલા જોવા મળતા હતા. જેને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રની મદદ વડે ખાસ આ વિસ્તારમાં મૂકવામાં આવેલી એસ ડી આર એફ ની ટીમો દ્વારા તમામ 07 લોકોનુ રેસ્ક્યુ કરીને તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરેલા તમામ સાત લોકોની તબીબી ચકાસણી કરવામાં આવી હતી તમામ લોકોની તબિયત સારી છે જેમને પ્રાથમિક સારવાર આપીને નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે.