ETV Bharat / state

સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા, જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી - FAKE CURRENCY NOTES SEIZED

સુરતની સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 2 શખ્સો પાસેથી રુ. 500ના દરની નકલી નોટોના 4 બંડલ કબ્જે કર્યા હતા અને કાર્યવાહી કરી હતી.

સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા
સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 6:15 PM IST

સુરત: જિલ્લામાં સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ફારૂક બિસ્મિલા બેગ અને મનોહર અક્કલા બાલારાજુ નામના બે શખ્સોને બનાવટી ચલણી નોટ સાથે ઝડપી પડ્યા છે. બંને શખ્સો પાસેથી પોલીસને રુ. 500ની નકલી નોટોના કુલ 4 બંડલ અને 4 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા: પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સુરતની સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ફારૂક બિસ્મિલા બેગ અને મનોહર અક્કલા બાલારાજુ નામના 2 આરોપીઓને બનાવટી ચલણી નોટ સાથે ઝડપી પડ્યા હતા. પકડાયેલા બંન્ને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રુ. 500ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટો રાખતા હતા. વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા.

સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat)

પોલીસે રુ. 500ની નકલી નોટો ઝડપી: આ બાબતે ACP પી.કે પટેલે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે મિલ્કત સંબંધી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ગતરોજ સરોલી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ પર હતો. તે દરમિયાન પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે આરોપી ફારૂક બિસ્મિલા બેગ અને મનોહર અક્કલા બાલારાજુ નામના 2 આરોપીઓને ભારતીય બનાવટની ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા
સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat)

આરોપીઓની મોડસ ઓપરેન્ડી: બંને આરોપીઓ પાસેથી પોલીસે નકલી રુ. 500ના 4 બંડલ અને રુ. 500ના દરની 8 સાચી નોટો સિવાય 4 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 2 આરોપીઓ બજારમાં જઇને આ નોટો વટાવતા હતા. આ લોકોની પૈસા સંતાડવાની મોડસ ઓપરેન્ડી જોઇને પોલીસ ચોંકી ગઇ હતી., તેઓ પૈસાના બંડલમાં ઉપર બે અસલી નોટ અને છેલ્લે 2 અસલી નોટો રાખતા હતા. જેથી વેપારી ઉતાવળમાં હોય ત્યારે ઝડપથી નોટો ગણી લેતા હતા. અને વેપારીને ખબર પણ પડતી ન હતી. હાલ બંને આરોપીઓએ ક્યાં ક્યાં નકલી નોટો વટાવી છે. તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. સાબરકાંઠામાં મુંબઈના વેપારી પિતા-પુત્રનું અપહરણ! ટોપીના ઓર્ડરના બહાને બોલાવી 5 કરોડની ખંડણી માંગી
  2. ધો.12ના પેપર તપાસવામાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા, 121 શિક્ષકો પાસેથી 2 લાખ વસૂલાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.