અમદાવાદ : સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા ગુજરાતમાં રહેતા કલાના કસબીઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સંસ્કાર ભારતી સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના કલાના જાણકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિવિધ કલાના 28 જેટલા કલા સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્કાર ભારતીની આગવી પહેલ : સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અભેસિંહ રાઠોડે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સમાજમાં વૈચારિક ક્રાંતિ અને લોકોમાં સંસ્કૃતિને લઈને જાગૃતતા આવે તેવું સંસ્કાર ભારતી ગુજરાતનો મુખ્ય હેતુ જોવા મળે છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ એવી ભાવના છે કે, ભારત કૃષિથી લઈને ઋષિઓનો દેશ છે, આ દેશની ભૂમિ ખૂબ જ પવિત્ર છે.
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દેશના જે પોતે વિવિધ ક્ષેત્રની કલામાં પારંગત હોય તેવા વિવિધ કલા ક્ષેત્રના કલા સાધકોનું સન્માન કરીને તેનું ગૌરવ પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ગૌરવપૂર્વક સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના તમામ લોકો અમદાવાદ ખાતે જોવા મળ્યા હતા.
કલાના કસબીઓનું સન્માન : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રંગમંચ, લલિત કલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત આયોજિત મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ-2024 સંસ્કાર સન્માન-2024 એવમ્ સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ સમારોહનું અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હી ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવ, સંસ્કાર ભારતીના અખિલ ભારતીય કોષાધ્યક્ષ સુભાષચંદ્ર અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કાર સન્માન 2024 : ભારતીય કલા-સંસ્કૃતિના ઉત્થાન, પોષણ અને સંવર્ધન માટે સંસ્કાર ભારતી અવિરત પ્રયત્નશીલ છે. લોકમાતા મહારાણી દેવી અહલ્યાબાઈની 300 મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજીત 'મારી ગુણવંતી ગુજરાત, સંસ્કારોત્સવ-2024' માં ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રના 30 શ્રેષ્ઠત્તમ કલાકારોના ‘સંસ્કાર સન્માન 2024 એવમ્ સંસ્કાર વિભૂષણ માનપત્ર' રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આપવામાં આવ્યા હતા.