પોરબંદર: પોરબંદરના દરિયામાં એમ.ટી.નિખલ સિલ્વર નામની શીપ કંડલા બંદર થી ફૂજેરા બંદર જતી હતી. આ શીપમાં અચાનક રશિયન કેપ્ટન એલેક્ઝાન્ડરની તબિયત ખરાબ થઈ હતી.
આ અંગે પોરબંદર બંદર ઉપર જી.એમ.બી. કચેરીમાં SOSનો એક મેસેજ આવ્યો હતો. જેના પગલે , GMB સ્ટાફે મધદરિયે કેપ્ટનનું રેસ્ક્યુ કરી બોટ મારફતે કિનારે લાવીને તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.
SOSના જવાબમાં GMBના કેપ્ટન અરવિંદ મિશ્રા દ્વારા તુરંત જ રિસ્પોન્સ આપતા શીપને પોરબંદર બંદર ડાયવર્ટ કરવાની મંજુરી આપી અને તુરંત જ બંદરના ટ્રાફિક ઇન્સ્પેકટર શામળાને આદેશ કરી શીપને તમામ પ્રકારની સુવિધા આપવા કહેવામાં આવ્યું હતું, તેના જવાબ ટ્રાફિક અધિકારી દ્વારા તુરંત જ પોર્ટની ટગ મોકલી શીપના બીમાર કેપ્ટનને મધદરિયે થી સફળતા પૂર્વક પોરબંદરની આશા હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યા હતાં.
સામાન્ય રીતે 108 બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે, ત્યારે જી એમ બી દ્વારા રશિયન કેપટનની ઇમરજન્સી મદદ કરી સારવાર કરવામાં આવતા તેમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.