ETV Bharat / state

'ખાલી બે વ્યક્તિ માટે બનાવ્યો કરોડોનો રોડ' આરોપો સાથે ખેડાના બોરડી ગામનો રોડ વિવાદ વકર્યો - Road for two allegations

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના બોરડી ગામે બનાવાયેલા રોડ બાબતે વિવાદ સર્જાયો છે. ગામના અરજદાર દ્વારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના ખેતરે જવા રોડ બનાવ્યો હોવાનો આક્ષેપ કરતી રજૂઆતો કરાઈ છે. જેને લઈ પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપો પાયા વિહોણા ગણાવી સમગ્ર ગામ માટે રોડ હોવાનું અને સરકાર દ્વારા બનાવાયો હોવાનો તેમજ રોડ સમગ્ર ગ્રામજનો માટે ઉપયોગી હોવાનો ખુલાસો કરાયો હતો. ત્યારે જોઈએ શું છે સમગ્ર મામલો… - Kheda road allegations

બોરડી ગામનો રોડ વિવાદ વકર્યો
બોરડી ગામનો રોડ વિવાદ વકર્યો (Etv Bharat Gujarat)

ખેડાઃ ખેડાના ઠાસરા તાલુકામાં આવેલા બોરડી ગામે બે કિલોમીટરનો એક ગ્રામ્ય રોડ જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવાયો છે. જે રોડ બોરડી ગામથી ગામનાં પેટા પરા સોમનાથપુરા સુધીનો બનાવાયો છે. રોડ ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલનાં સંબંધીના ખેતર પાસે પૂરો થાય છે. જેને લઈ સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે.

આ બાબતે ગામના નાગરિક ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પૂર્વ પ્રમુખ પર આક્ષેપો કરતી રજૂઆતો માર્ગ મકાન વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. જેમાં રૂ.1 કરોડ 40 લાખના ખર્ચે પૂર્વ પ્રમુખના ખેતરે જવા રસ્તો બનાવાયો હોવાનું તેમજ પેટા પરા સોમનાથપુરાનું કોઈ અસ્તિત્વ ન હોવાનું જણાવ્યું છે. જે બાબતે ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આ રસ્તો સરકારે બનાવ્યો છે, પંદર વર્ષ પહેલા પણ સરકાર દ્વારા ત્યાં વિકાસ કામો થયેલા છે. આવી રહેલી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ આક્ષેપો કરાયા હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જે તે સમયે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કર્યો હતો અને વિલેજ મેપ આપ્યો હતો. એના આધારે ધારાસભ્યના લેટરપેડ પર સરકારમાં દરખાસ્ત કરતાં જોબ નંબર મળતા રસ્તાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવાયું હતું. તો ગામના પૂર્વ સરપંચ દ્વારા પણ રસ્તો ગામના ખેડૂતો સહિત સૌને ઉપયોગી હોવાનું તેમજ આક્ષેપમાં કોઈ તથ્ય ન હોવાનુ અને વિરોધના કારણે આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સોમનાથપુરા પચીસ ત્રીસ વર્ષ પહેલાં પેટા પરુ બન્યું હોવાનું અને તેના અમારી પાસે પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.

ખાલી બે વ્યક્તિઓ માટે બનાવેલો રસ્તો છે : અરજદાર

અરજદાર ધર્મેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 1 કરોડ 40 લાખનો રસ્તો એમના ખેતરમાં જઈને પૂરો થઈ જાય છે. જ્યારે નકશાના આધારે જોઈએ તો એ રસ્તો છેક સૂઈ સુધી જાય છે. પાછળ ઘણા બધા સર્વે નંબર છે. એ કહે છે કે સોમનાથરા અમે વસાવેલું એ સોમનાથપુરાની જમીન એનએ કરાવેલી છે કે, કેટલા ધર છે તેની હકીકત પણ પુર્ણ થવી જોઈએ. આ ખાલી બે વ્યક્તિઓ માટે જ બનાવેલો છે. જે રસ્તો તળાવની પાળ પર ન બનવો જોઈએ તળાવની પાળ પર જે બનાવ્યો છે તો ક્યારેક તળાવ ઊંડુ કરવાનું થશે તો એની માટી ક્યાં નાંખશે એ એક સમસ્યા છે. રસ્તો બન્યો એટલે ઘણી બધી પબ્લિક જવાની છે. રસ્તો એક માટે નથી બનતો ઘણા માટે બને છે.

આક્ષેપો પાયા વિહોણા, રોડ સરકારે બનાવ્યો છે : પૂર્વ પ્રમુખ

આ બાબતે ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ આક્ષેપો બિલકુલ ખોટા અને પાયા વિહોણા છે. કારણ કે આ રસ્તો સરકાર દ્વારા બનાવાયો છે. બોરડીના રામજી મંદિરથી મોરઆમલી સુધીનો રસ્તો બનેલો છે. આની પહેલા પણ સરકાર દ્વારા જે તે ધારાસભ્યએ સોમનાથપુરામાં પાણીની પાઈપલાઈન કરી આપેલી છે. ત્યારબાદ લાઈટના કનેક્શન પણ ત્યાં સુધી કરેલા છે. એટલે આજથી લગભગ પંદર વર્ષ પહેલાં પણ સરકાર દ્વારા આવા વિકાસના કામો ત્યા થયેલા છે. ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહેલી છે. એના કારણે આ બધા ખોટા આક્ષેપો કરવામાં આવે છે.

રોડ દરેક માટે ઉપયોગી, વિરોધને કારણે આક્ષેપો કરાયા છે: પૂર્વ સરપંચ

ગામના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાઠોડ્ જણાવ્યું હતું કે અડધું ગામ અહીંથી પસાર થાય છે અડધા ગામના ખેડૂતોની જમીન અહીં આવેલી છે. એટલે દરેકને લાભ છે. દરેકને માટે ઉપયોગી છે, આક્ષેપમાં કોઈ તથ્ય નથી. ખાલી વિરોધના લીધે આક્ષેપો કરવામાં આવ્યા છે. સોમનાથપુરા પચીસ ત્રીસ વર્ષ પહેલા પેટા પરુ બનેલું છે. જેના અમારી પાસે પુરાવા પણ છે.

ગ્રામ પંચાયતે ઠરાવ કરી વિલેજ મેપ આપ્યો હતો: માર્ગ મકાન વિભાગ

આ બાબતે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ઈન્ચાર્જ ડી બી હળપતિ દ્વારા જણાવાયું હતું કે, બોરડીથી સોમનાથપુરાનો રસ્તો બે કિલોમીટર ગ્રામ્ય માર્ગ છે. રસ્તો બનાવવા માટે જે તે સમયે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો. એનો વિલેજ મેપ પણ આપ્યો હતો. એના બેઝ પર એમએલએ સાહેબના લેટરપેડ પર એની દરખાસ્ત ગવર્મેન્ટમાં કરી હતી. ત્યાંથી રસ્તાનો જોબ નંબર પ્રદાન થયેલો છે. તે પ્રમાણે સબ ડિવિઝન ઓફીસ દ્વારા ટેન્ડરની કાર્યવાહી કરી રસ્તાનું કામકાજ થયું છે.

  1. MLA ચૈતર વસાવા સામે રાયોટિંગના ગુનામાં શું થઈ કાર્યવાહી? SP પ્રશાંત સુંબેએ આપી આ જાણકારી - Rioting case on MLA Chaitar Vasava
  2. જામનગર મહાનગરપાલિકાના આ અધિકારી સામે 5 મહિલા કર્મચારીઓએ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ - officer Molestation case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.