ETV Bharat / state

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત, માતા સાથે DNA થયા મેચ - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં એક પછી એક મૃતદેહોના DNA મેચ થયાની વિગતો સામે આવી છે, જેમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આ અગ્નિકાંડમાં મોત થયાનું સામે આવ્યું છે. Rajkot Game Zone Fire Accident

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આ અગ્નિકાંડમાં મોત થયાનું સામે આવ્યું Etv Bharat
રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આ અગ્નિકાંડમાં મોત થયાનું સામે આવ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 11:00 AM IST

રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં એક પછી એક મૃતદેહોના DNA મેચ થયાની વિગતો સામે આવી છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત થયું છે.

ગેમઝોનનો એક વિડીયો વાયરલ: આ અગ્નિકાંડમાં TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈન આગ લાગી ત્યારે લોકોને બચાવતો નજરે પડ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ આ અગ્નિકાંડમાં તેઓ પોતે પણ ભડથું થઇ ગયા છે. ગાંધીનગર FSLમાંથી પ્રકાશ જૈનનો DNA રિપોર્ટ આવી ચૂક્યો છે. જેમાં તેમની માતા સાથે તેમના ડીએનએ મેચ થયા છે.

DNA રિપોર્ટ: રાજકોટ ગેમઝોનમાં આગ લાગી ત્યારે પ્રકાશ હિરન ગેમઝોનમાં હાજર હતો. અને આગને બુઝાવવાના પ્રયાસ કરતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેનો મોબાઇલ નંબર બંધ આવવા લાગ્યો હતો. તપાસ ટીમ પણ તેને શોધી રહી હતી પરંતુ બે દિવસથી કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પ્રકાશની કોઇ જાણ ન મળતા અરજી આપી હતી. પોલીસ દ્વારા પ્રકાશની માતાના ડીએનએ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરથી ટેસ્ટિંગ બાદ FSLનો રિપોર્ટ આવ્યો છે. જેમાં પ્રકાશ હિરનનું પણ મોત થયાનોખુલાસો થયો છે.

કાટમાળમાંથી મળ્યો મૃતદેહ: અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શકસની અટકાયત કરીછે.

કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ
કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ (ETV bharat Gujarat)

"હું નિર્દોષ છું" : મંગળવારે (28મી મે) આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ અમદાવાદનો રહેવાસી ધવલ ઠક્કરે જણાવ્યું કે, "હું નિર્દોષ છું," રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ જૈન મુખ્ય આરોપી છે. ગઈકાલે (27મી મે) કોર્ટમાં ત્રણ આરોપીઓને હાજર કરાયા હતા, જ્યાં તેઓએ કહ્યું હતું કે, "પ્રકાશ જૈન જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે".

6 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ : આ પહેલા સરકારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી કરી, 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ છે.

  1. રાજકોટની દુર્ઘટના બાદ સુરત જિલ્લા કલેકટરે સેફ્ટી સંદર્ભે ઝીરો ટોલેરેન્સની નીતિ માટે આપી સૂચના - Rajkot Game Zone Fire Accident
  2. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના વધુ ચાર મૃતકોના ડીએનએ મેચ થયા, જાણો DNA પ્રક્રિયા શું છે? - rajkot fire incident update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.