ETV Bharat / state

કચ્છમાં આકરી ગરમીના આકરા પરિણામ, 108 ઇમરજન્સી સેવાને આવ્યા અધધ કોલ - Summer 2024

કચ્છ જિલ્લાની જનતા આકરી ગરમી અને કડકડતી ઠંડી અનુભવે છે. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં વધારો નોંધાયો છે. સાથે જ 108 ઇમરજન્સી સેવાને મળતા કોલમાં ધરખમ વધારો નોંધાયો છે. જાણો ગરમીની અસર અને તેના પરિણામ

108 ઇમરજન્સી સેવાને આવ્યા અધધ કોલ
108 ઇમરજન્સી સેવાને આવ્યા અધધ કોલ
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 3:06 PM IST

Updated : Apr 17, 2024, 4:00 PM IST

કચ્છ : કચ્છ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે, સાથે જ 108 ઇમરજન્સી વિભાગને આવતા ઇમરજન્સી કોલમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ગત 1 માર્ચથી 15 એપ્રિલ સુધી 108 ઇમરજન્સી સેવામાં કુલ 824 કોલ આવ્યા હતા. જેમાં પેટમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો, તાવ આવવો, ચક્કર આવવા, ઝાડા ઉલટી થવા અને લૂ લાગવી જેવા કેસનો સમાવેશ થાય છે.

દોઢ માસમાં 824 કોલ આવ્યા : માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં તાપમાન 38 થી 42 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર વર્તાઈ રહી છે. કચ્છ જિલ્લાના 108 ઇમરજન્સી વિભાગને છેલ્લા દોઢ મહિનામાં કુલ 824 કેસ મળ્યા છે. 108 ઇમરજન્સીને આવતા કોલ્સમાં ચક્કર આવવા, વોમેટિંગ, ડાયેરીયા પેટમાં દુખાવો, હીટ સ્ટ્રોક સહિતની તકલીફો માટે આવ્યા છે. જેમાં માર્ચ માસમાં 630 કોલ તો એપ્રિલ મહિનાના 15 દિવસોમાં 224 કોલ આવી ચૂક્યા છે.

હિટ સ્ટ્રોકનો માત્ર એક કેસ : ગરમીના કારણે આવતા ઇમરજન્સી કોલ અંગે માહિતી આપતા કચ્છના 108 ઇમરજન્સી વિભાગના અધિકારી સુજીત માલવીયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે છેલ્લા દોઢેક મહિનામાં 824 જેટલા કોલ જુદી જુદી તકલીફો માટે આવ્યા છે. જે પૈકી જિલ્લામાં હિટ સ્ટ્રોક માટે 108ની ઇમરજન્સી વિભાગમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર કોલ આવ્યો છે.

દોઢ માસમાં 824 કોલ આવ્યા
દોઢ માસમાં 824 કોલ આવ્યા

એમ્બ્યુલન્સમાં મળતી પ્રાથમિક સારવાર : ગરમીના કારણે થતી તકલીફ ના કારણે આવતા ઇમરજન્સી કોલમાં સારવાર દરમિયાન અમુક કેસમાં એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતી પ્રાથમિક સુવિધા કીટ દ્વારા સારવાર આપવામાં આવે છે. તો અન્ય કેસમાં જરૂર પડે તો નજીકની સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે.

બેભાન થયાના 136 કિસ્સા : સરહદી જિલ્લા કચ્છમાં ઠંડી અને ગરમી બંનેમાં ઓરમાન વધારે જોવા મળતું હોય છે. ખાસ કરીને ગરમીના કારણે માથાના દુખાવા, લૂ લાગવાના, બેભાન થવાના કેસમાં 108 એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા ગંભીરતા પ્રમાણે દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં દોઢ મહિનામાં માથાના દુખાવાના 15 કિસ્સા, લૂ લાગવાના એક કેસ અને બેભાન થઈ જવા અંગેના 136 કેસ સામે આવ્યા છે. પ્રાથમિક સારવાર દરમિયાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ORS, ગ્લુકોઝ પાવડર, RL અને NS ઉપલબ્ધ છે, જે દર્દીઓને આપવામાં આવે છે.

હિટ સ્ટ્રોકની અસર : કચ્છ જિલ્લામાં આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે હવામાનમાં ગરમીનું પ્રમાણ વધારે જ રહેતું હોય છે. ત્યારે હિટ સ્ટ્રોક, સન સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસ વધારે રહેતા હોય છે. વાતાવરણમાં લૂ લાગવાના કેસમાં શરીરના તાપમાનમાં અંશતઃ ખૂબ વધારો રહેતો હોય છે, જેમાં તાપમાન 104 ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે. સાથે જ પલ્સ પણ વધી જાય છે અને ચામડી એકદમ ગરમ થઈ જાય છે.

  1. આ વખતે 31 દિવસ સુધી તીવ્ર ગરમી રહેશે, મહત્તમ મે મહિનામાં; 2009 ગરમીનું પુનરાવર્તન
  2. ગુજરાતમાં આગામી પાંચ દિવસ નહિ મળે ગરમીથી રાહત, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

Last Updated : Apr 17, 2024, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.