ETV Bharat / state

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વડોદરા સિવિલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ્સ ડોક્ટર્સની હડતાળ - Strike of Resident Doctors

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 6:12 PM IST

કોલકાતાની આર.જી. મેડીકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલ સહિત બીજી હોસ્પિટલોના રેસિડેન્ટ્સ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. Strike of Resident Doctors

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વડોદરા સિવિલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ્સ ડોક્ટર્સની હડતાળ
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વડોદરા સિવિલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ્સ ડોક્ટર્સની હડતાળ (Etv Bharat gujarat)

વડોદરા: કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ સમગ્ર દેશભરમાં ચાલી રહ્યો છે. આ ઘટનાને પગલે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. અચાનક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ ઉપર ઉતર્યા છે તેમજ OPD તથા વોર્ડ સર્વિસથી તેઓ દૂર રહેશે. પરંતું માનવતાના ધોરણે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. ઓચિંતા હડતાળ ઉપર ઉતરેલા ડોક્ટરોને લઈને OPD બહાર દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ છે.

ડોક્ટરોએ સુત્રોચ્ચાર કર્યા: બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી તેઓ વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. વડોદરા શહેરમાં હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ 'વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગી' ના ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ ઉપર રહીશું.

100થી વધુ વિદ્યાર્થીઓ હડતાળ પર: ગોત્રી મેડિકલ કોલેજના આરએમઓ ડોક્ટરે કતલાણાએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાઇ નથી. પરંતુ OPDનો જે સમય હતો. 5 વાગ્યાના બદલે આજે 3 વાગ્યા સુધી ચાલશે. વડોદરા GMERS ગોત્રી મેડિકલ કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં હડતાળ ઉપર છે. જેના કારણે OPDમાં સામાન્ય મુશ્કેલીઓ છે‌. પરંતું અમારાં અન્ય ડોક્ટરો કામગીરી કરી રહ્યાં છે.

ડોક્ટરોની રજા કેન્સલ કરવામાં આવી: સયાજી હોસ્પિટલના એમ.એલ.ઓ તમામની રજાઓ કેન્સલ કરાઈ છે. હજુ સુધી એકપણ દર્દીને મુશ્કેલી અંગેની માહિતી મળી નથી. પરંતુ એક સાથે મોટી સંખ્યામાં ડોક્ટરો હડતાળ ઉપર ઉતરે છે ત્યારે ક્યાંકને ક્યાંક તેની અસર દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમા રાવપુરા પોલીસ મથકોનો 20થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી શહેરના ગાંધીનગર ગૃહથી કોઠી ચાર રસ્તા નીકળશે.

  1. વિરપુરના શ્રી ગાળાવાળા હનુમાનજી દાદાનો અનોખો મહિમા, ભક્તો માને છે લોટની માનતા - GALAVALA HANAUMAN MANDIR
  2. શિવભક્તિમાં લીન થયો ચિત્રકાર, ભુજના આ કલા કારીગરે પીપળાના પાન પર કંડાર્યું મહાદેવનું ચિત્ર... - art craftsman from Bhuj

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.