ETV Bharat / state

અલવિદા મંજુ મહેતા, અમદાવાદના વાડજ ખાતે આવેલ સ્મશાન ગૃહમાં થયા અંતિમસંસ્કાર - Manju Mehta passed away

શાસ્ત્રીય સંગીતમાં વિશ્વ વિખ્યાત અને સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના સહ સ્થાપક મંજુ મહેતાનું આજે દુખદ અવસાન થયું છે. SITARIST MANJU MEHTA PASSES AWAY

મંજુ મહેતા
મંજુ મહેતા (ફોટો (Facebook/Manju Mehta))
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 7:42 PM IST

Updated : Aug 21, 2024, 8:26 PM IST

અલવિદા મંજુ મહેતા (Etv Bharat Gujarat)

અમદાવાદ: શાસ્ત્રીય સંગીતમાં ખૂબ જ માનભેર લેવાતું એક નામ મંજુ મહેતા હવે આપણી વચ્ચે નથી. આ સમાચાર સાંભળતા જ સમગ્ર સંગીત જગતની અંદર શોકનો માહોલ છવાયો છે. વિશ્વ વિખ્યાત સિતારવાદક અને ક્ષત્રિય સંગીતના શિક્ષણ અને પ્રસારને વરેલ 'સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક' નોનસ્ટી મંડળના સ્થાપક સભ્યોમાના એક મંજુ મહેતા 79 વર્ષની ઉંમરે નિધન પામ્યા છે. મંજુ મહેતાની અંતિમયાત્રા તેમના નિવાસ્થાન બંગલા નંબર 7, વિદ્યાનગર સોસાયટી, વિભાગ 2, ઉસ્માન સામેથી શરૂ થઈ આશ્રમ રોડ થઈને જૂના વાડજ ખાતે આવેલા સ્મશાન ગૃહ તરફ ગઈ હતી.

મંજુ મહેતાની અંંતિમયાત્રા
મંજુ મહેતાની અંંતિમયાત્રા (ETV Bharat Gujarat)

મંજુ બહેનની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ, શાસ્ત્રીય સંગીત પ્રેમીઓ, સિતારવાદકો, તબલાવાદકો અને તેમના પરિચિત અને પરિવારના લોકો જોડાયા હતા. બધાની આંખોમાં મંજુ બહેનને ખોવાનો ગમ હતો. હિન્દુ ધાર્મિક વિધી અનુસાર વાડજ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં તેમની અંતિમવિધિ કરી અને તેમના દેહને પંચ તત્વોમાં લીન કરવામાં આવ્યું હતું.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સંગીતના ચાહકો અને વિદ્વાન સંગીતકારો જોડાયા હતા. કેટલાક લોકોએ મંજુ મહેતા સાથેના પોતાના બાળપણની પણ વાત કરી, તો તેમના શિષ્યો દ્વારા તેમના સંગીત પ્રત્યેના સમર્પણને યાદ કરવામાં આવ્યું હતું.

મંજુબેનના બાળપણના મિત્ર ક્ષમા મુન્શીએ જણાવ્યું કે મંજુ મારી બાળપણની મિત્ર હતી અને તેની સાથે ઘણી બધી યાદો સંકળાયેલી છે. તેણે નામ બનાવ્યું છે તેનું નામ અમર રહે. સૌમિલ મુન્શીએ મંજુ મહેતા વિશે વાત કરતા જણાવ્યું કે સંગીતનું ગૌરવંતુ નામ હવે નથી રહ્યું. તેમનું સંગીત મોન થઈ ગયું છે અને સિતારનો તાર તૂટી ગયો છે. ટ્રસ્ટીના સપ્તક પ્રફુલ અનુભાઈએ કહ્યું કે છેલ્લે સુધી તેણે સંગીત માટે કામ કર્યું અને આવનારી પેઢી તેનો વારસો જાળવી રાખશે તેવી આશા છે.

ઉપરાંત સંદીપ પરીખે જણાવ્યું કે તેઓ એક કલાકાર અને સારામા સારા એડમિનિસ્ટર હતા. મંજુ બહેનને ખોવાનું ઘણું દુખ છે. જીનેશ શાહે કહ્યું કે મંજુ બહેનનો અને અમારો ઘર જેવો સંબંધ હતો. વાર તહેવારે એકબીજાને ઘરે આવવા જવાનું પણ થતું હતું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. સોહન નીલકંઠે કહ્યું કે હું નાનો હતો ત્યારથી મંજુ બેનને સંભાળતા આવ્ય છીએ. આજે બહું મોટી ખોટ પડી છે. નીરજ પરીખે જણાવ્યું કે મંજુબેનના જવાથી બહું મોટું નુક્સાન અને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. મંજુબેન અમારા માતે તો માતાના સ્થાને હતા.

મુંજાલ મહેતા એ કહ્યું કે કોઈ બાળક કે કોઈ સંગીત વાદક પોતાની પ્રસ્તુતિ કરતા હોય તો કાલ સુધી એવો સમય હતો કે તેઓ 3- 3 કલાકના કાર્યક્રમમાં બેસી રહેતા. ભાગ્ય રાજ કે જે તેમના શિષ્ય છે તેમણે કહ્યું કે મંજુબેન એટલે મારા માટે નિખિલ બેનર્જી રવિશંકર. મંજુબેન જતા રહ્યા તેની ઘણી ખોટ અને દુઃખ છે. ચેતન કપાસરીએ કહ્યું કે છેલ્લા 6-સાડા 6 દાયકાથી મંજુ બહેન સાથે અમારો સબંધ હતો. ન પુરી શકાય તેવી ખોટ છે. સપ્તક ટ્રષ્ટના ત્રણ પિલરમાના એક મંજુ બેન હતા. ધૈવત શુકલએ જણાવ્યું કે મંજુબેન તો અમારા ગુરુમાતા અમે તેમને મમ્મી કહીને જ બોલાવતાં હતા. તેઓ જતા રહ્યા તેનું દુઃખ છે. તેમનો વારસો જળવાય તેવી આશા છે.

ગુજરાતનું ગૌરવ વતું નામ સમગ્ર દેશ જેમના ઉપર ગર્વ અનુભવી શકે તેવી શાસ્ત્રીય સંગીતની હસ્તી કુશળ સિતારવાદક મંજુબેન મહેતા એ વિદાય લીધી છે પરંતુ સંગીતની દુનિયામાં અને ખાસ કરીને સંગીતના ચાહકોના ગુરુસ્થાને તેઓ સદા માટે વસી ગયા છે.

  1. સપ્તકના સહ સ્થાપક, પ્રખ્યાત મહિલા સિતારવાદક મંજુ મહેતાનું દેહાવસાન - sitarist Manju Mehta passes away

Last Updated : Aug 21, 2024, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.