જુનાગઢ: લોકસભાની સામાન્ય ચૂંટણી અને જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઇવીએમ અને વીવીપેટ જેતે વિધાનસભા મતવિસ્તારમાં મોકલવાની કામગીરી આજે જૂનાગઢ જિલ્લા કલેકટર ની હાજરીની વચ્ચે પૂર્ણ કરી દેવામાં આવી છે. આજથી હવે વિધાનસભામાં ઊભા કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં વીવીપેટ અને ઇવીએમ રાખવામાં આવશે
EVM અને VVPETનુ રેન્ડેમાઈજેશન કરાયું: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં આવતા તેમજ જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પર આવતા તમામ મતદાન મથકોમાં મતદારોની જરૂરિયાત અને સંખ્યાને આધારે 125% ઇવીએમ અને 135% વીવીપેટ જે તે વિધાનસભા મત વિસ્તારમાં મોકલી આપવાની કામગીરી આજે જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાની હાજરીમાં પૂર્ણ કરી દેવામાં આવી છે આજે મોકલેલા તમામ EVM અને VVPET જેતે વિધાનસભા મત વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મતદાન પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવશે મતદાનને એક દિવસ અગાઉ આ તમામ ઈવીએમ અને વીવીપેટ જે તે મતદાન મથકમાં મોકલવામાં આવશે
કુલ જરૂરિયાતના અને 25 અને 35 ટકા મોકલાયા: જુનાગઢ લોકસભા બેઠક પર જેટલા ઈવીએમ અને કંટ્રોલ યુનિટ ની જરૂરિયાત મતદાનના દિવસે ઉભી થશે તેની સામે કુલ જરૂરિયાત કરતાં 25% વધુ ઈવીએમ અને જરૂરિયાતની કુલ સરખામણીએ 35% વધુ VVPET મોકલવામાં આવ્યા છે, જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કુલ 1,335 મતદાન મથકો ઉભા કરવામાં આવશે જેમાં 1667 EVMની સાથે કંટ્રોલ યુનિટ અને 1790 જેટલા VVPET અને તેના કંટ્રોલ યુનિટ પણ મોકલવામાં આવશે
માણાવદર માટે અલગ વ્યવસ્થા: જુનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક કે જ્યાં પેટા ચૂંટણી હાથ ધરાવવા જઈ રહી છે, પરંતુ માણાવદર વિધાનસભા પોરબંદર લોકસભા બેઠક અન્વયે આવે છે જેથી વિધાનસભા માટે ઉભા કરાયેલા 277 મતદાન મથકો માટે 346 EVMની સાથે કંટ્રોલ યુનિટ અને 373 જેટલા વીવીપેટ અને તેના કંટ્રોલ યુનિટ સાતમી મે ના દિવસે જ્યારે મતદાન શરૂ થશે તેના માટે અત્યારથી જ મોકલી દેવામાં આવ્યા છે.