ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીઓની ધરપકડ, બંને RMCના અધિકારી - rajkot TRP game zone fire incident - RAJKOT TRP GAME ZONE FIRE INCIDENT

રાજકોટ TRP ગેમ ઝોનમાં બનેલી ભીષણ આગની ઘટનાને આજે 22 દિવસ જેટલો સમય થયો છે. ત્યારે હજુ પણ તેના આરોપીઓની તપાસ ચાલી રહી છે. અને દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજ રોજ પોલીસે RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ કરી છે. તો જાણો કોણ છે આ આરોપી?...Rajkot TRP game zone fire incident

રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીઓની ધરપકડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 12:47 PM IST

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે શનિવારના રોજ સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 27 મૃતદેહ મળ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા., જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં. આ ઘટનામાં સરકારે સત્તાવાર 27 લોકોના મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું અને તમામ મૃતદેહ તેના પરિવારજનોને આપી દીધા હતા. જેમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

9 આરોપી હાલ જેલમાં: આ ઘટનામાં તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધોયો હતો જેમાં પોલીસે દસ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, ધવલ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મનસુખ સાગઠિયા, મુકેશ મકવાણા, ગૌતમ જોશી, રોહિત વિગોરા જેમાંથી 9 આરોપી હાલ જેલમાં છે. અને એક આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા હાલ રિમાન્ડ પર છે. ત્યારે અશોકસિંહ કોર્ટમાં રજુ કર્યા ત્યારે નવા ખુલાસા થયા હતા.

RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ: અગ્નિકાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં પી.પી.તુષાર ગોકાણીએ કહ્યું હતું કે ગેરકાયદેસરના બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં આવી નહોતી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા. બનાવના 1 દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના ઓરિજિનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જેથી આજે પોલીસ RMCના વધુ બે અધિકારીઓની જેમાં ATP રાજેશ મકવાણા અને AE (આસીટન્ટ એન્જિનિયર) જયદીપ ચૌધરીની આજે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બને અધિકારીઓએ RMCના TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા તેમજ ઓરીજનલ રજીસ્ટર સગેવગે કરવા બાબતે બંને અધિકરીઓની ધરપકડ કરી છે. તો આવતીકાલે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવશે.

  1. રાજકોટમાં અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હજાર - Rajkot TRP Game zone Fire Accident
  2. રાજકોટ અગ્નિકાંડના પીડિતો ન્યાય માટે વલખા મારે છે ત્યારે સાંસદ ઉદ્ઘાટનોમાં વ્યસ્ત! - rajkot MP busy with inaugurations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.