રાજકોટ: રાજકોટ અગ્નિકાંડની બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ ટીઆરપી ગેમઝોનનો આરોપી નીતિન જૈન હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારે નીતિન જૈનના વિરુદ્ધ ચેતન વાંસજાળીયા નામના યુવાને જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરતાં તેણે જણાવ્યું છે કે, હું RO વોટર પ્લાન્ટનું વેચાણ અને રિપેરિંગ કામ કરું છું. મારા માતા-પિતા ગામડે રહીને ખેતીકામ કરે છે. મારે એક નાની બહેન છે અને એક નાનો ભાઈ કે જેનું નામ સતીષભાઈ હતું. સતીષ પણ મારી સાથે RO વોટર પ્લાન્ટનું જ કામ કરતો હતો.
આરોપી નીતિન જૈન દ્વારા ફરીયાદીના ભાઈ સાથે સંપર્ક સાધ્યો હતો. તેની સાથે મિત્રતા કેળવીને તેનો વિશ્વાસ કેળવી વર્ષ 2019-2020માં ધંધામાં રોકાણ કરવાનું જણાવીને આશરે 16 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ આરોપી કોઈ વ્યવસાય કર્યો ન હતો. મારા ભાઈની મરણમૂડીની ઉચાપત કરી હતી.
વધુમાં મૃતકના ભાઈ ચેતન વાંસજાળીયાએ જણાવ્યું કે, તેણે કાયદેસરની લેણી રકમ પરત કરવા જણાવ્યું હતું. પરંતુ દર વખતે આરોપી દ્વારા અવનવા બહાનાઓ બતાવીને કોઈ દરકાર કરવામાં આવી નહીં કે તેની કાયદેસરની રકમ પરત કરી નહીં અને ઉલટાનું તેના પર સતત દબાણ આરોપી દ્વારા કરવામાં આવતું હતું. જેથી કંટાળી મારા ભાઈ સતીષે ગત તારીખ 18 જુન 2022ના રોજ આત્મહત્યા કરી હતી. એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખેલ હતું કે નીતિન જૈન નામના વ્યકિતથી કંટાળીને આપઘાત કરું છું. નીતિન જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પણ જે તે સમયે પોલીસે ગુનો નોધ્યો ન હતો. હવે જયારે આરોપી પોલીસના ગિરફ્તમાં છે ત્યારે મુર્તકના ભાઈએ ફરી અરજી કરી છે હવે પોલીસે ફરી તપાસ કરે છે કે નહી તે જોવાનું રહ્યું.