રાજકોટ: જિલ્લામાં યુવાનોને વ્યસનથી દુર રાખવા નાર્કોટિકસને લગતા પદાર્થ કે પ્રવાહીના વેચાણ કે હેરાફેરી કરતા શખ્સો સામે વોચ ગોઠવવામાં આવી હતી. જેના પગલે S.O.G. P.I. એફ.એ.પારગી તથા P.S.I. બી.સી.મિયાત્રા સ્ટાફ સાથે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એસઓજીને મળેલી બાતમીના આધારે આટકોટ- રાજકોટ હાઈવે પર બળધોઈના પાટીયા પાસે વોચ ગોઠવી રેઈડ કરતા અક્ષય ચૌહાણ પાસે શંકાસ્પદ નશાકારક સીરપ (કોર્ડીન)ની 2400 નંગ બોટલો કિંમત રૂ.3.69, લાખ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અક્ષયને કાર અને સીરપની બોટલો સહિત 4.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આટકોટ પોલીસને સોંપ્યો હતો.
જાણો શું કહ્યુ પોલીસે: અંગે માહિતી આપતા ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાએ જણાવ્યું છે કે, રાજકોટ રૂરલ S.O.G. પોલીસની ટીમ ચૂંટણીલક્ષી કામ અર્થે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન S.O.G. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ નશાકારક સીરપનો જથ્થો લઈને આવી રહી છે. બાતમીના આધારેે વોચ ગોઠવી અને S.O.G. ટીમે નશાકારક સીરપની 2400 નંગ બોટલ અને એક કાર સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી જે બાદ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સીરપના નામે નશાકારક વસ્તુઓનું વેચાણ: ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોની અંદર નશાકારક સીરપની બોટલો મોટા પ્રમાણમાં પકડાઈ રહી છે ત્યારે સીરપના નામે નશાકારક વસ્તુઓનુ વેચાણ થતુ હોવાની બાબતોમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી ચેકિંગ તેમજ તપાસની કામગીરીઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ રીતે રાજકોટ દ્વારા આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી અને નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે કુલ રૂપિયા 4.69 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
1.ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં ડૂબી રહેલી પ્રેમસાગર ફિશિંગ બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ કર્યું
2. Indian Coast Guardહનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર એક મહિલા સહિત પાંચને પોલીસે દબોચ્યા - honeytrap case