પાટણ: લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ તમામ રાજ્યોમાં પક્ષ પ્રચાર કરી મતદારોને રીઝવવાના પૂરા પ્રયાસો કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રિયંકા ગાંધીના પ્રવાસ બાદ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં જનસભા સંબોધી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યુ કે, મોદીએ 22 ધનિક લોકોનું 16 લાખ કરોડનું દેવું માફ કર્યું. અમે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. 25 વર્ષ સુધી ખેડૂતોનું દેવું માફ થાય એટલા પૈસા માફ કર્યા. Bjp આરક્ષણ ખતમ કરશે. અનામત દૂર કરવાનું શસ્ત્ર અગ્નિવીર જેવી યોજના છે. બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભારતનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં? નોટબંધી, ખોટા GSTને કારણે બેરોજગારી વધી. બીજેપી અને આરએસએસના લોકો ઇચ્છે છે કે, સંવિધાન ખત્મ થઇ જાય. અમે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન સંવિધાનની રક્ષા કરીએ છીએ.’
અગ્નિવીર યોજના રદ કરીશું - રાહુલ ગાંધી
મહાલક્ષ્મી યોજનામાં મહિલાના બેન્ક ખાતામાં વર્ષે 1 લાખ નાખશે. દર મહિને 8,500 મહિલા ગરીબોને મળશે. પરિવાર ગરીબી રેખા બહાર નીકળે ત્યાં સુધી પૈસા મળશે. અમે દરેક સ્નાતકને પ્રથમ 1 વર્ષ નોકરી પાક્કી આપીશું. પહેલી નોકરી પાક્કી યોજના શરૂ કરીશું. ગરીબોને સીધો ફાયદો બેન્ક ખાતામાં આપીશું. અગ્નિવીર યોજના રદ કરીશું. નવી GSTનીતિ લાગુ કરીશું.
મીડિયાને લઈને રાહુલ ગાંધીએ શું કહ્યું ?
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે મીડિયાના મિત્રો ખુલીને બોલી શકતા નથી. મોંઘવારીની ચર્ચા tv પર થતી નથી. Tv પર 24 કલાક મોદીનો ચહેરો દેખાય છે. મીડિયામાં st, sc પછાતની ભાગીદારી નથી. દેશના ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ જાય છે તો ખેડૂતોનું શા માટે નથી થતું? આ લોકોની મોદીજી જોડે મિત્રતા છે એટલે જ જાય છે.
લોકસભા ચૂંટણી 2024ના જંગમાં ચંદનજી સામે ભાજપના વર્તમાન સાંસદ ભરતસિંહજી ડાભી સામે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. તેમાં આ પાટણ લોકસભા બેઠક પણ હતી. રાહુલ ગાંધી એવા સમયે આવી ગુજરાત આવી રહ્યાં છે જ્યારે સૌથી મોટી અને જૂની પાર્ટી ભાજપ સામે રાજપૂત સમુદાયમાં વ્યાપક આક્રોશ છે જેનો ફાયદો ક્યાંકને ક્યાંક કોંગ્રેસને મળે તેવી આશા છે.