ETV Bharat / state

પોલીસ બદલી અંગે સરકારનો મોટો નિર્ણય, 5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે - Decision on Police Transfer

ગૃહ વિભાગ દ્વારા PSI અને PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મહત્વનો નિર્ણય કર્યો છે.

5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે
5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 7:20 PM IST

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા PSI અને PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મહત્વનો નિર્ણય કર્યો છે. હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લામાં નોકરી કરનાર PSI અને PIને તે ઝોનના જિલ્લામાં કે નજીકના જિલ્લામાં બદલી કરી શકાશે નહીં. 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચો અને નિમણૂક પણ ધ્યાને લેવાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે.

5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે
5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે (Etv Bharat gujarat)
5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે
5 વર્ષ 1 ઝોનમાં ફરજ બજાવનાર PSI અને PIને બદલી નહીં મળે (Etv Bharat gujarat)

બદલી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે નિર્ણય: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર PSI અને PI ને તે ઝોનના જિલ્લામાં કે નજીકના જિલ્લામાં બદલી કરી શકાશે નહીં. જે અધિકારીએ એક જ ઝોનમાં 5 વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી સોમનાથ જિલ્લામાં અથવા તો નજીકના જિલ્લામાં કરી શકાશે નહીં.

અધિકારીઓને વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક: 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચો અને નિમણૂકને પણ ધ્યાનમાં લેવા માટે સરકારી સ્પષ્ટ પણે નિર્દેશ કર્યો છે. સરકારના આ નિર્ણયને કારણે PSI અને PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તેમજ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સામાં જેમકે પતિ-પત્ની કેસ ગંભીર બીમારી અને નિવૃત્તિ નજીકનો સમયગાળો હોય તો તે કેસમાં મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.