અમરેલી: દિવાળીના સમયે અને ખેતીવાડીના કાપણીના સમયે જનમેદની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને જીલવા માટે પહોંચી રહી છે. લોકો કતારોમાં ચાલી રહ્યા છે, હજારોની સંખ્યામાં લોકો બપોરે 12 વાગ્યાથી જ સભા સ્થળે આવવા માટે રવાના થયા છે.
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રણ વાગ્યે જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે ત્યારે આજે બપોરના સમયથી જ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી લોકો આવવા લાગ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ કલાકે જંગીમેદની સંબોધન કરશે.
પીએમ મોદીના કાર્યક્રમમાં જનમેદની ઉમટી: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં પહોંચી રહ્યા છે. પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો સભા સ્થળે પહોંચી રહ્યા છે અને જનમેદની ઉમટી પડી છે.
બપોરે ત્રણ કલાકના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા વડોદરાથી અમરેલીના લાઠીના દુધાળા ખાતે આવશે. ત્યારબાદ દુધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે. તેમજ લાઠી શહેર ખાતે આવી અને જંગી જાહેર સભાને સંબોધન કરશે. તેમજ વિકાસના કાર્યોની વણથંભી વણઝારને લીલી ઝંડી આપવામાં આવશે. 4800 કરોડથી વધુના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુરત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી કર્મચારી તેમજ સ્થાનિક લોકો હાલ ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો: