ETV Bharat / state

મેઘરાજાએ પોરબંદરને ઘમરોળ્યું, 10 ઈંચ વરસાદથી શહેરમાં જળંબબાકારની સ્થિતિ - Pornabdar News - PORNABDAR NEWS

પોરબંદરમાં ગઈકાલે 7 ઇંચ અને આજે વહેલી સવારે 6 થી 8 વચ્ચે 3 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા છે, પોરબંદર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે. heavy-rain-pornadar

પોરબંદરમાં ભારે વરસાદ
પોરબંદરમાં ભારે વરસાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 9:12 PM IST

Updated : Jul 19, 2024, 9:31 AM IST

પોરબંદરઃ પોરબંદરમાં ગઈકાલે 7 ઇંચ અને આજે વહેલી સવારે 6 થી 8 વચ્ચે 3 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા છે, પોરબંદર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે. બીજી તરફ શહેરમાં 15 જેટલાં વૃક્ષો ઘરાશાયી થયાં છે જેને ફાયર વિભાગ દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, હજી પણ આગામી 16 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી: ગુરૂવારની સવારથી જ પોરબંદર જિલ્લામાં સાંબેલા ધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. ત્યારે સારા વરસાદને લઈને સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. બીજી તરફ શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

લોકોના ઘરમા ઘૂસ્યા વરસાદી પાણી
લોકોના ઘરમા ઘૂસ્યા વરસાદી પાણી (Etv Bharat Gujarat)

પોરબંદર-બરડા પંથકમાં મેઘ મહેરઃ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ સહિત બરડા પંથકમાં પણ વરસાદ સાંબેલાધાર વરસ્યો હતો. પોરબંદરના બખરલા બગવદર બોરીચા કાટવાણા સીમર અને પાંડાવદર દહેગામ સહિતના ગામડાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પાક માટે પાણી ખૂબ જ જરૂરી હોય છે ત્યારે વરસાદ હજુ વરસે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

જોખમી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂઃ
જોખમી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂઃ (Etv Bharat Gujarat)

જોખમી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂઃ પોરબંદરમાં વરસાદની સાથે સાથે પવનનું જોર પણ વધ્યું છે. મુખ્ય રસ્તા ઉપર આવેલ અનેક વૃક્ષો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોરબંદરના એમ.જી. રોડ ઉપર સરકારી જિલ્લા પુસ્તકાલયમાં આવેલ એક મહાકાય વૃક્ષ પડવાની સંભાવના લાગતા સ્થાનિકોએ નગર પાલિકામાં જાણ કરી હતી. પ્રમુખ ચેતનાબેન તિવારીએ તાત્કાલિક નગર પાલિકાની ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. નગર પાલિકા દ્વારા જેસીબી તથા ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી ગઈ હતી. હાલ વૃક્ષને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી જોખમી વૃક્ષ નજીક આવેલા pgvclના વાયરો પુરવઠો બંધ કરીને ખસેડ્યા હતા.

  1. ટૂંકા વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાની રી-એન્ટ્રી, સિઝનનો સરેરાશ 25 ઇંચ વરસાદ નોંધાયો - Junagadh Weather Update
  2. વરસાદ બાદ નીકળી આવ્યું બદામી રંગની ઇયળનું લશ્કર, ખેતીવાડી માટે નુકસાનકારક ? જુઓ સમગ્ર વિગત - Millipede caterpillar

Last Updated : Jul 19, 2024, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.