પોરબંદરઃ પંથકના સોરઠી અને અડવાણા ડેમમાં નવા નીરની આવક થઈ. પોરબંદર તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વર્ષેલ ભારે વરસાદના કારણે ખાલીખમ થયેલ. બંને ડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી. પોરબંદર પંથકના સોરઠી અને અડવાણા ડેમમાં નવા નીરની આવક થઈ છે. પોરબંદર તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વર્ષેલ ભારે વરસાદના કારણે ખાલી ખમ થયેલ બંને ડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
રેડ એલર્ટઃ પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોવાના પગલે સતત વરસાદ પડ્યો છે. ખાસ કરીને કુતિયાણા અને ઘેડ પંથકમાં વરસેલ ભારે વરસાદના કારણે સોમવારના દિવસે પોરબંદર પંથકના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ હતી પરંતુ સોરઠી અને અડવાણાના ડેમમાં મંગળવારના દિવસે નવા નીર આવ્યા છે.
સોરઠી અને અડવાણા ડેમમાં નવા નીરઃ પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર વિસ્તાર તથા બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે સોરઠી અને અડવાણા ડેમમાં નવા નીર આવ્યા છે. સોરઠી ડેમની સંગ્રહ ક્ષમતા 298.72 એમસીએફટી છે. અને હાલ 4.13 એમસીએફટી નવા નીરની આવક થતા આ ડેમ 1.38 % ભરાયો છે. અને અડવાણા ડેમની સંગ્રહ સપ્તાહ 92.28 એમસીએફટી છે, જેની સામે 2.93 એમસીએફટી નવા નીર આવક થતા હાલ આ ડેમ 3.17 % ભરાયો છે.