પોરબંદર: પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ગણાતા ભીમા દુલા આડેદરાને મારામારીની ઘટનામાંથી જામીન મળ્યા હતા, ત્યાર બાદ ફરી હથિયાર અંગેની રાણાવાવમાં થયેલ ફરિયાદમાં ભીમા દુલાની ધરપકડ કરાઈ હતી ત્યારે આજે ભીમા દુલાને કોર્ટે જામીન આપ્યા છે.
ભીમા દુલાને મળ્યા જામીન: પોરબંદર પોલીસ દ્વારા ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ પોરબંદરમાં ભુતકાળમાં કુખ્યાય ગેંગલીડર ગણાતા ભીમા દુલાને મારામારીના એક કેસમાં ઘરપકડ કરાઈ હતી. આ કેસમાં તેમને જામીન મળ્યા હતા. ત્યારબાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ભીમા દુલા સહિત તેના પુત્ર લખમણ ભીમા અને પુત્રવધૂ સંતોક બેન લખમનભાઈ વિરુદ્ધ હથિયારો અંગે ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ પોરબંદર કોર્ટમાં ભીમા દુલાના વકીલ ભરત લાખાણીની ધારદાર દલીલો બાદ ભીમા દુલા ઓડેદરાને કોર્ટે જામીન મંજુર કર્યા હતા.
વકીલે મર્યાદા કરતા વધુ કારતૂસ અંગે સ્પષ્ટતા કરી: ભીમા દુલા ઓડેદરા પાસેથી હથિયારોમાં મર્યાદા કરતાં વધુ કારતૂસ હોવાના ગુનામાં ભીમા દુલાની ફરી ધરપકડ કરી હતી. પરંતુ સરકારે જ આપેલી કારતૂસ અને તમામ કાયદેસર હોવાના પુરાવા વકીલે રજૂ કરતા આજે કોર્ટે ભીમા દુલાના જામીન મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: