ETV Bharat / state

Porbandar Crime : પોરબંદરના પાતા અને બળેજ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા - ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

પોરબંદરના પાતા અને બળેજ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ખનન પર તંત્રના દરોડા પડ્યાં હતાં. સાથે જ પ્રાંત અધિકારી દ્વારા શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

Porbandar Crime : પોરબંદરના પાતા અને બળેજ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 7:14 PM IST

પોરબંદર : પોરબંદરમાં ખનનના કામકાજમાં ગેરરીતિઓના રોજબરોજના સમાચારોની આમ તો નવાઇ નથી. વધુ એક દરોડા કાર્યવાહી સામે આવી છે. પોરબંદરની દરીયાઇપટ્ટી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજથી સમૃદ્ધ હોય, આવા ખનીજનુ ગેરકાયદેસર ખનન તથા ખનીજની હેરફેરને અટકાવવા કલેકટરના માર્ગદર્શનમાં પોરબંદર પ્રાંત અધિકારી, મામલતદાર તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી અવારનવાર હાથ ધરવામાં આવતી હોય છે.

2 અને 3 માર્ચે થઇ કાર્યવાહી : અંદાજે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં જમા કરાયો પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે 2 માર્ચના રોજ પોરબંદરના પાતા ખાતે તથા 3 માર્ચના રોજ બળેજના સીમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી આવી હતી.

કાયદેસરની કાર્યવાહી
કાયદેસરની કાર્યવાહી

નાયબ કલેકટર આપી માહિતી : જેમાં સરકારી ખરાબામાં તદન ગેરકાયદેસર ચાલતા સ્થળ ઉપર દરોડા પાડતા પાતા ખાતેથી કુલ-2 ટ્રેકટર તથા કુલ-૧ લોડર, મળીને અંદાજે 18થી 25 લાખનો મુદામાલ તથા બળેજ ખાતેથી પથ્થર કટીંગ ચકરડી મશીન-3 તથા જનરેટર-૧ મળી અંદાજિત -7થી 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં જમાં કરાવેલ છે. તથા આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને જાણ કરી છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ કરાશે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

ખાણ માફિયાઓના નામ જાહેર કરાતા નથી : પોરબંદરની દરિયાઈ પટ્ટી ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન મળી આવતું હોય થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા ગત 28 2 2024 ના રોજ તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના રાતડી ગામે સીમ વિસ્તારમાંથી અંદાજે 51 થી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા તંત્ર દ્વારા તથા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં પણ વધુ મોટા ગેરકાયદેસર ખનન પકડાય તેવી સંભાવના રહી છે અને ખનીજ માફિયાઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ ખનીજ માફીયાઓને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો સફળ કામગીરી કહી શકાય પરંતુ હજુ સુધી ખાણ માફિયાઓના નામ જાહેર કરાયા નથી કે કોઈ કાયદાકીય પગલાલય પોલીસ ફરિયાદ નોંધાય નથી. આથી ખાણ ખનીજ વિભાગ ઊંઘતું હોય તેવી ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે.

  1. Porbandar Crime : રાતડી ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પકડાયું, કુલ 5 સ્થળો ઉપર દરોડા પડ્યાં
  2. Vadodara Crime News: પાદરાની બામણગામ નદી કિનારે થતા રેતી ખનન પર દરોડા, ખનન માફિયામાં ફફડાટ ફેલાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.