સુરત: સુરતના સૈયદપુરામાં થયેલા તોફાનોમાં પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સુરતમાં 12 વર્ષના ચાર વેંતની હાઈટ ધરાવતા કિશોરે સૈયદપુરા સહિત લાલગેટના 10 ગણેશ પંડાલો પર રોજ પથ્થરમારો કરવાની યોજના ઘડી હતી. છેલ્લા ત્રણ મહિનામાં મદરેસામાં જઈ રહેલા આ કિશોરે અન્ય છ કિશોરોને ભેગા કરી પોતાની એક ગેંગ બનાવી હતી. પિતા વગરના આ કિશોર છેલ્લા બે દિવસથી 'વરિયાવી ચા રાજા' ગણેશ પ્રતિમા પર પથ્થરો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં કિશોર શનિવારે અસફળ રહ્યો હતો અને રવિવારે સફળ થયો હતો.
તે સમયે સ્થાનિક મુસ્લિમ આગેવાનો પણ આ કિશોરની આગેવાનીમાં ઉભી થયેલી બચ્ચા ગેંગથી પરેશાન થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે, આ કિશોરને પથ્થરો મારવાનું કોણે શીખવાડયુ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જે મદરેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
છ કિશોરોએ પથ્થર મારો કર્યો હતો: સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી.
ગણેશ પંડાલ પર પથ્થરમારો: આ ઘટનામાં હવે એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીનાં પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યાર બાદ 7મી સપ્ટેમ્બરે પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમાં નિષ્ફળ ગયો હતો. જો કે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો. તમામ આરોપીઓ હાલ ઉમરા પોલીસ મથકમાં છે અને આજે કોર્ટમાં રજૂ કરાશે.
આ પણ વાંચો