ETV Bharat / state

ગંગાજળિયા તળાવમાં પ્રજાના 10 કરોડ ડૂબ્યા ? તળાવની દુર્દશા અંગે જુઓ સત્તાપક્ષે કર્યો લૂલો બચાવ - Bhavnagar Public issue - BHAVNAGAR PUBLIC ISSUE

શહેરની મધ્યમાં સ્થિત ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ગંગાજળિયા તળાવના નવીનીકરણ માટે 10 કરોડ નાખ્યા બાદ જાળવણીના નામે મીંડું જોવા મળ્યું છે. ત્રણ તરફ રસ્તો ધરાવતા તળાવના પાણીમાં વનસ્પતિ અને કચરાની ગંદકીની દુર્ગંધ જનતા માટે માથાનો દુખાવો છે. આ મામલે વિપક્ષના વાર સામે સત્તાપક્ષે લૂલો બચાવ કર્યો હતો, જુઓ આ ખાસ અહેવાલ

ગંગાજળિયા તળાવમાં પ્રજાના 10 કરોડ ડૂબ્યા ?
ગંગાજળિયા તળાવમાં પ્રજાના 10 કરોડ ડૂબ્યા ? (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 8:25 PM IST

તળાવની દુર્દશા અંગે જુઓ સત્તાપક્ષે કર્યો લૂલો બચાવ (ETV Bharat Reporter)

ભાવનગર : શહેરની મધ્યમાં સ્થિત ગંગાજળિયા તળાવને અંદાજે ચાર વર્ષ પહેલા 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને લોકોની સુવિધા સભર બનાવવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તળાવમાં કચરો અને વનસ્પતિના સામ્રાજ્યને કારણે તળાવની ત્રણ તરફ આવેલા રસ્તા પરથી નીકળવું પણ ભારે મુશ્કેલ પડી રહ્યું છે. શાસકો કહે છે કે 20 દિવસ પહેલા ચોમાસા પૂર્વે કામ કરવાની સૂચના આપી છે, પણ શાસકોને કોઈ ગાંઠતું ન હોય તેમ લાગી રહ્યું છે. જુઓ તળાવની દશા...

ગંગાજળિયા તળાવની દુર્દશા : ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવનું આશરે ચાર વર્ષ પહેલાં 10 કરોડના ખર્ચે રીનોવેશન કરાયું છે. પરંતુ હાલમાં તળાવના કાંઠે બેસવા જેવી સ્થિતિ નહી હોવાને પગલે વિપક્ષ પણ પ્રહાર કરી રહ્યો છે. કોંગ્રેસ શહેર પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કે, તળાવમાં વનસ્પતિ ઉગી ગઈ છે, એને કાઢવાનો પણ સમય નથી. કરોડો નાખ્યા પછી સ્વચ્છતા જાળવવી પડે, એ નથી જાળવી શકતા. તળાવનું મેન્ટેનન્સ રાખવું પડે પણ રખાતું નથી. અન્ય પ્રોજેક્ટમાં પણ મેન્ટેનન્સ દેખાતું નથી. ગંગાજળિયા તળાવની બાજુના રસ્તા પર ચાલતા લોકોને દુર્ગંધના કારણે લોકો બીજા રસ્તે ચાલે છે.

શાસક પક્ષ પર વિપક્ષનો વાર : પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કે, હેતુ ફેર નહી પણ આ શાસકોને અધિકારીએ કોઈપણ એક પ્રોજેક્ટમાં જે તે વખતે એને પૈસા પ્રાપ્ત થઈ જાય, મળી જાય એટલે પછી જે થવું હોય એ થાય ભાવનગરના પબ્લિકનું. ખાસ કરીને તમને કહું ગંગાજળિયા તળાવમાં 10 કરોડ રૂપિયા વાપર્યા નથી, બગાડ્યા છે. લોકો પાસે સ્વચ્છતાની આશા રાખીએ છીએ અને આપણે જાળવી નથી શકતા. શાસકો, અધિકારી ભેગા થઈ ભાવનગરના પ્રજાજનોના પૈસા બગાડે છે.

ગંગાજળિયા તળાવની દુર્દશા
ગંગાજળિયા તળાવની દુર્દશા (ETV Bharat Reporter)

સત્તાપક્ષનો લૂલો બચાવ : લોકોને હરવા ફરવા મળી રહે તે માટે કરોડોના ખર્ચે તળાવને વિકસાવવામાં આવ્યું છે. પરંતુ તળાવમાં વનસ્પતિ અને કચરાની દુર્ગંધના કારણે અહીં હરવા ફરવા કોઈ આવતું નથી, રડ્યા ખડયા લોકો જોવા મળે છે. એક વર્ષથી ખરાબ સ્થિતિ અંગે શાસકો લુલો બચાવ કરી રહ્યા છે. મેયર ભરતભાઈ બારડે જણાવ્યું કે, ગત 25 મેના રોજ ગંગાજળિયા તળાવને એકદમ ક્લીન કરવા અને સફાઈ કરવા સૂચના આપી દીધી છે.

મોડે મોડે, સફાઈ કરવા આદેશ : લોકોને ત્યાં હરવા ફરવાનું સ્થળ છે, અનેક લોકો આવે છે. આ પાણીથી આજુબાજુના સ્તર ખૂબ ઊંચા આવ્યા છે. મોટો ફાયદો લોકોને થયો છે. આ સ્થળ જેમ બને એમ ચોખ્ખું રાખવું એવો મારો પ્રયત્ન રહે છે. હજી લગભગ ત્રણ-ચાર વર્ષ પહેલા રિનોવેશન કર્યું છે અને ફરીવાર અત્યારે પાણી ઓછું થઈ ગયું છે, તો સફાઈ કરવાનું મેં સૂચન આપી દીધું છે. વરસાદ આવે એ પહેલા જેમ બને એમ જલ્દી તળાવ ચોખ્ખું થઈ જાય તે માટે કામ ચાલુ છે.

10 કરોડના નામે પ્રજાજનને ઠેંગો : ગંગાજળિયા તળાવમાં સાફ-સફાઈને લઈને ઉપેક્ષા સેવવામાં આવતી હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મહાનગરપાલિકા લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવી રહી છે અને પોતાના જ તળાવની સફાઈ કરવામાં બેદરકારી દાખવી રહી છે. બીજી તરફ તળાવનું રીનોવેશન પાર્કિંગ માટે કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તળાવમાં ફરવા માટે તો લોકો આવતા નથી, પરંતુ પાર્કિંગ કરવા માટે જરૂર પહોંચી રહ્યા છે. તળાવની નજીક જ બજાર હોવાને કારણે મોટા વાહનોનું પે પાર્કિંગ ખડકી દેવાયું છે. દસ કરોડનો ખર્ચ લોકોની સુવિધા માટે નહીં પણ પે પાર્કિંગથી કમાણી કરવા માટે કર્યો હોય તેમ લાગી રહ્યું છે.

  1. લ્યો ! હવે સરકારી શાળાઓને પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા જાહેરાત કરવી પડી, ઘરે ઘરે ટેમ્પલેટ વહેંચ્યા
  2. "ખર્ચે પે ખર્ચા" ના દિવસોથી વાલી ત્રાહિમામ : ઉઘાડી લૂંટ જેવા શબ્દોથી મનનો મૂંઝારો વ્યક્ત કરતા વાલીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.