ETV Bharat / state

જેલમાં જવાની બીક નથી તે લડે છે અને જેલમાં જવાની બીક છે તે ભાજપમાં જાય છે, જગદીશ ઠાકોરનો આક્ષેપ - Patan Lok Sabha Seat - PATAN LOK SABHA SEAT

પાટણ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર માટે સોમવારે રાહુલ ગાંધી પાટણ આવ્યાં હતાં. આ સીટ જીતવા માટે કોંગ્રેસ ઝઝૂમી રહી છે ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર જેઓ એકસમયે પાટણના મતદારો પર પ્રભાવ ધરાવતાં હતાં તેઓ સાથે બેઠક જીતવાની રણનીતિ અને પ્રચાર માહોલ વિશે વાતચીત કરી હતી.

જેલમાં જવાની બીક નથી તે લડે છે અને જેલમાં જવાની બીક છે તે ભાજપમાં જાય છે - જગદીશ ઠાકોર

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 8:50 AM IST

Updated : Apr 30, 2024, 9:13 AM IST

ગાંધીનગર : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાટણ ખાતે જનસભા સંબોધન કરવા આવ્યા હતા. પાટણ લોકસભા સીટ કોંગ્રેસ માટે આશાસ્પદ સીટ છે. કારણ કે પાટણ લોકસભામાં આવતી સાત સીટો પૈકી ચાર સીટો પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા છે. જ્યારે ત્રણ સીટ ભાજપના કબજામાં છે. પાટણના રાજકીય સમીકરણ અંગે ઈટીવી ભારતે પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી. ચાલો જાણીએ જગદીશ ઠાકોરને કેવી આશા છે.

જગદીશ ઠાકોરનો આક્ષેપ

ઈટીવી ભારત - જગદીશભાઈ પાટણ તમારી જૂની હોમ પીચ છે. તમે અહીંથી સાંસદ પણ રહી ચૂક્યા છો. હોમપેજ પર કેવી બેટિંગ કરશો?

જગદીશ ઠાકોર - પાટણ કોંગ્રેસની જીતની સીટ છે. ઉત્તર ગુજરાતની ચારે સીટ ઉપરથી પ્રજાનો ઉમળકો અને સહકાર મળી રહ્યો છે. કોંગ્રેસ તરફી વાતાવરણ સર્જાયું છે.

ઈટીવી ભારત - પાટણ લોકસભા વિસ્તારની ચાર સીટો કોંગ્રેસ પાસે છે. જ્યારે ભાજપ પાસે માત્ર ત્રણ સીટ છે. જનતામાં કેવો માહોલ છે?

જગદીશ ઠાકોર આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતીથી ચૂંટણી લડી રહ્યા છે જે રીતે કોંગ્રેસ મુદ્દા આધારિત ચૂંટણી લડી રહી છે તે રીતે ભાજપને ઊંઘ હરામ થઈ ગઈ છે.

ઈટીવી ભારત - સુરતમાં એવી કઈ કચાસ રહી ગઈ કે ભાજપનો ઉમેદવાર બિનહરીફ ચૂટાઈ આવ્યો?

જગદીશ ઠાકોર - ભાજપ કોંગ્રેસના નેતાઓને જેલમાં જવાનો ડર બતાવે છે ભાજપ લખીને આપે છે કે જો આટલા મુદ્દા પર સહકાર નહીં આપો તો તમારે જેલમાં જવું પડશે. જેલમાં જવાની બીક નથી તે લડે છે અને જેલમાં જવાની બીક છે તે ભાજપમાં જાય છે. જગદીશ ઠાકોર, પૂર્વ અધ્યક્ષ, પ્રદેશ કોંગ્રેસ

  1. પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો કરાયો વિરોધ,ફરકાવ્યા કાળા વાવટા - RAHUL GANDHI STATEMENT
  2. ક્ષત્રિય સમાજના અપમાન મુદ્દે ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો કોઈ અધિકાર નથી : ઇન્દ્રવિજયસિંહ ગોહિલ - Lok Sabha Election 2024

Last Updated : Apr 30, 2024, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.