નવસારી: દક્ષિણ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓએ આજે નવસારી શહેરના તરોટા બજાર સ્થિત અગિયારીમાં પાક આતસ બહેરામને પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે પતેતી બાદનું આજે શહેનશાહી 1394 મું પારસી નવું વર્ષ ઉજવ્યું હતું. આજથી તેમનો નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે.
તેમના ઈતિહાસ પર હળવી નજરઃ નવસારી નામ આવી રીતે પડ્યું
દાયકાઓ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહીં દુધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા, અહીં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો, જેથી પારસીઓએ નવું સારી નામ આપ્યું અને આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.
કેવી રીતે મનાવે છે તેઓ નવું વર્ષ
પારસીઓના 10 દિવસના મુક્તાદ બાદ આજથી એમના 1394 મા નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને પારસીઓ પતેતી તરીકે મનાવે છે. પારસીઓએ આજે વહેલી સવારથી શહેરની 200 વર્ષથી પણ જુની પારસી અગિયારી, જ્યાં પારસીઓ ઈરાનથી આવ્યા ત્યારે સાથે લાવેલા પવિત્ર અગ્નિને પ્રથમ આજ અગિયારીમાં રાખવામાં આવ્યો હતો અને અહીંથી પવિત્ર અગ્નિને પારસીઓના ઉદવાડા સ્થિત અગિયારીમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આજે પારસીઓએ પાક આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતી આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી.
જીમી પાતરાવાલા, જણાવ્યું હતું કે આજેપારસીઓના 10 દિવસના મુક્તાદ બાદ આજથી એમના 1394 માં નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને પારસીઓ પતેતી તરીકે મનાવે છે ત્યાર બાદ અમે પવિત્ર આતસ બહેરામ ને સુખડ અને પુષ્પ અર્પણ કરી દુનિયામાં ભાઈચારો કાયમ રહે તેવી પ્રથના કરીએ છીએ.