ETV Bharat / state

સાતમનું રાંધણ છઠે ભોજન તૈયાર: સાતમના મેનુમાં પાણીપુરી પણ, સાથે શું શું બનાવાય, જાણો - Shitala Satam 2024

વર્ષોથી આપણાં ઘરે રાંધણ છઠ અને શીતળા સાતમનો એક અનેરું મહત્વ રહ્યું છે. વખત જતા છઠના દિવસે બનનારી વિવિધ વાનગીઓમાં ધીમે ધીમે કોઈને કોઈ નવી વાનગી ઉમેરાતી ગઈ છે. આવો જોઈએ સાતમ અને છઠના તહેવારોમાં શું શું બનાવાય છે. - Shitala Satam 2024

રાંધણ છઠે શું શું બનાવાય
રાંધણ છઠે શું શું બનાવાય (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 10:56 PM IST

રાંધણ છઠ પર શીતળા સાતમની તૈયારીઓ (Etv Bharat Gujarat)

ભાવનગરઃ ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સાતમના ભોજન તૈયાર થઈ ચૂક્યા છે. ગૃહિણીઓ 21 મી સદીમાં પણ પૌરાણિક પરંપરાને જાળવી રાખવામાં અગ્રેસર રહી છે. ETV BHARATએ ભાવનગરમાં બે ત્રણ ઘરની મુલાકાત લીધી હતી. મહિલાઓએ પરંપરા પૌરાણિક સાચવી પણ ભોજનમાં વેરાઈયટી જરૂર લાવી છે. ચાલો જોઈએ મજા પડી જાય તેવો આ અહેવાલ...

શ્રાવણ માસની સાતમ અને આઠમ ગુજરાતના પૌરાણિક તહેવારો છે, ત્યારે સાતમના દિવસે ગરમ ભોજન કે પીણું આરોગી શકાય નહીં તેવી પરંપરા 21મી સદીમાં પણ યથાવત છે. સાતમના દિવસનું ઠંડુ ભોજન આજવા છઠના દિવસે મહિલાઓ તૈયાર કરે છે. ત્યારે ETV BHARATએ ભાવનગરના ઘરોમાં પહોંચી અને મહિલાઓની મેહનત વિશે જાણ્યું હતું.

રાંધણ છઠ પર શીતળા સાતમની તૈયારીઓ

રાંધણ છઠે સાતમનું ભોજન કેમ બનેઃ હિન્દૂ ધર્મમાં લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે રાંધણ છઠના દિવસે રાત્રે રસોઈ કર્યા બાદ ચૂલો ઠારવો જોઈએ કારણ કે શીતળામાં રાત્રે ટહરવા નીકળે છે અને ચૂલામાં આળોટતા હોય છે. આ સમયમાં ચૂલો ઠારવામાં આવ્યો ના હોય તો માતાજી દાઝી જાય છે અને કોપાયમાન થાય છે. દેરાણી જેઠાણીની લોક વાર્તા પ્રમાણે બાળકો પણ આગનો ભોગ બને છે તેમ પૌરાણિક વાર્તાઓમાં પૌરાણિક પરંપરા પ્રમાણે કહેવામાં આવ્યું છે. બાળકોની રક્ષા હેતુ હિન્દૂ ધર્મમાં શીતળામાના સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રસોઈ કર્યા બાદ ચૂલો ઠારવાની પરંપરા આજે 21મી સદાઓમાં પણ ચાલુ રહી છે. ચૂલો ઠારીને કંકુના ચાંદલા કરીને રૂના નાગલા અર્પણ થાય છે.

મહિલાઓએ શું બનાવ્યું સાતમનું ભોજન છઠના દિવસેઃ ભાવનગરમાં રાંધણ છઠ નિમિતે સાતમના દિવસે ઠંડુ આરોગવા માટે ઘરના સભ્યોને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. જો કે હવે મહિલાઓ પોતાનો પણ વિચાર કરતી થઈ ગઈ છે. ત્યારે ભાવનગરની ગૃહિણી રાજલબેન દાનીએ જણાવ્યું હતું કે આજે રાંધણ છઠ છે, અત્યારે તો ગરમ ગરમ થેપલા બની રહ્યા છે અને પાત્રા ઘરે બનાવ્યા છે. હું ઘણી વેરાઈટીસ ઘરે બનાવતી હોવ છું. એમાંનું ફ્રૂટ સલાડ છે, થેપલા છે, પાણીપુરી છે, ભરેલા મરચા છે, સેન્ડવીચનું તૈયાર કરેલું છે, એની ચટણી છે, સેન્ડવીચ છે વગેરે અમે બનાવીને એન્જોય કરતા હોએ છીએ અને સાતમને અમેં માનતા હોઈએ છીએ.

સામાન્ય ઘરોમાં દમાલુ, થેપલા, ભીંડાનું શાક ફેવરિટઃ હિન્દુ ધર્મમાં ચાલી આવતી માન્યતા પ્રમાણે શીતળા સાતમનું મહત્વ આજે પણ જોવા મળે છે, ત્યારે રાંધણ છઠના દિવસે સાતમના દિવસનું પણ ભોજન બનાવી લેવામાં આવે છે. ખાસ કરીને દરેક ઘરોમાં બટેકાનું દમાલુ, ભીંડાનું શાક, થેપલા ફેવરિટ હોય છે. મોટાભાગના ઘરોમાં આ પ્રકારનું ભોજન બનાવવામાં આવે છે. જો કે તેની પાછળનું કારણ આ પ્રકારના ભોજનથી બે દિવસ સુધી તેને કશું થતું નથી, જેને પગલે મહિલાઓ દ્વારા ખાસ એ પ્રકારનું જ ભોજન તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે પાણીપુરી પણ દરેક ઘરોમાં દિવસે દિવસે સાતમના દિવસે સ્થાન પામતી થઈ ગઈ છે.

  1. મહારાષ્ટ્રના આંદોલનને પગલે ગુજરાતમાં ટ્રાફિકજામ થતાં લાંબી કતારો, શાકભાજીના નિયમિત આવતા વાહનો ફસાયા - TRAFFIC JAM IN GUJARAT HIGHWAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.