બનાસકાંઠા: પાલનપુરના તાજપુરા વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કરી લીધો છે. મળતી માનીતી અનુસાર જાણવા મળે છે કે, 27 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર યુવતીના મોબાઈલમાંથી કોલ રેકોર્ડિંગ અને વિડીયો મળી આવ્યા છે.
યુવતીએ આપઘાત પહેલા વિડીયો બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. વીડિયોમાં યુવતી યુવકથી માફી માંગી રહી છે, અને તું હમેશા ખુશ રહેજે તેવું જણાવી રહી છે. જોકે હવે આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ આરંભી છે.
ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો: પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ આપઘાત પહેલા વિડીયો બનાવ્યો હતો. આ વિડીઓમાં તે કોઈ યુવકની માફી પણ માગી રહી હતી, ત્યારબાદ તેણે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાત બાદ પરિવારજનો દ્વારા મોબાઇલમાં કોલ રેકોર્ડિંગ અને વિડીયોના આધારે અજાણ્યા યુવક વિરૂદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે રજુઆત થઈ છે. યુવતીની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી છે અને પીએમ બાદ પરિવારજનોએ મૃતદેહ અંતિમક્રિયા માટે પરત સોંપવામાં આવશે. ઉપરાંત પરિવાર દ્વારા અજાણ્યા યુવક સામે કાર્યવાહીની માંગ કરી છે.
વિડીયોમાં યુવકથી માફી માંગી રહી હતી: મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, મૃતકના આઠ વર્ષ અગાઉ થયા હતા. પરંતુ મનમેળ ન થતાં છુટાછેડા લઈને સાત વર્ષથી તેઓ તેમની બહેન સાથે રહેતી હતી અને બ્યુટી પાર્લરનું કામ કરતાં હતી. આ દરમિયાન અચાનક જ આ પ્રકારનુ પગલું કેમ ભર્યું તેને લઈને પરિવારજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરિવારજનો દ્વારા આપઘાત પહેલા યુવતીએ બનાવેલા વિડીયો અને તેમાં જે યુવકથી તે માફી માંગી રહી છે તે બાબતે તપાસની માંગ સાથે ન્યાયની માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે પશ્ચિમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને કહ્યું કે, 'આ અંગેની પોલીસ દ્વારા તપાસ આરંભવામાં આવી છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોધવામાં આવ્યો છે અને જે જગ્યાએ મૃતક યુવતીનું બ્યુટી પાર્લર છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ તપાસ બાદ આ મામલામાં જે તથ્યો સામે આવશે તે મુજબ કાર્યવાહી હાથ ધરાશે.'
આ પણ વાંચો: