પોરબંદરઃ સૌરાષ્ટ્રનો દરિયાકિનારો નશીલા પદાર્થોના લેન્ડીંગ માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ તાજેતરમાં સોમનાથના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ આજે પોરબંદરના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી વધુ રૂા. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.
ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ મધદરિયે સંયુક્ત ઓપેરશન કરીને 480 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ સાથે 6 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા છે. તમામને પોરબંદર લાવવામાં આવ્યાં છે.
ગુજરાતના દરિયાકિનારેથી વધુ એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. પોરબંદર નજીકના દરિયામાંથી અંદાજે 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છેBody:
પોરબંદર નજીકના દરિયામાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 70થી 80 પેકેટ ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેની અંદાજિત કિંમત 480 કરોડ રૂપિયા થાય છે. આ સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.
નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાત ATS, નેવી અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના મધદરિયે 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2000થી વધુ હતી. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ચારથી પાંચ શખ્સની ધરપકડ કરી હતી.આ અગાઉ વેરાવળ બંદરથી 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને બોટના ટંડેલ અને હેરોઇન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઇ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે.