સાબરકાંઠા: દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓને વતનમાં લાવવા તેમજ પરત લઈ જવા માટે ગુજરાત એસટી બસ નિગમ દ્વારા 200 થી વધારે એસટી બસની સુવિધા કરાઇ છે. જેના પગલે કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે.
સાબરકાંઠાના હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પોતપોતાના વતનમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા શરૂ કરાઈ છે. જે અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા 200 થી વધારે એસટી બસ મૂકવામાં આવનાર છે. જેમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પ્રવાસીઓને પોતપોતાના વતનમાં આવવા તેમજ પરત જવા માટે વિશેષ સુવિધા આપવામાં આવનાર છે.
જોકે એક તરફ ખાનગી વાહન ચાલકો દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે મુસાફરો તેમજ પ્રવાસીઓને ગ્રાહક તરીકે જોતા હવે તે સ્ટેટ ટ્રાન્સપોર્ટ સેવા માટે પ્રમુખ કોમ્પિટિશન બની ગયા છે. ત્યારે એસટી વિભાગ 'સલામત સવારી ST અમારી' ના નારા સાથે ફરી એકવાર મુસાફરો તેમજ પ્રવાસીઓના વહારે આવ્યું છે. એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે 200 થી વધારે એસટી બસ મૂકવામાં આવનાર હોવાથી કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે તે નક્કી છે.