Awareness on Organ Donation: અંગદાન-મહાદાન જનજાગૃતિ અભિયાન, અંગદાન જાગૃતિ માટે ધરમપુરમાં યોજાયો કાર્યક્રમ - Awareness on Organ Donation
ધરમપુરમાં શ્રીમંત મહારાણા પ્રતાપ લાઈબ્રેરી ખાતે અંગદાન પ્રત્યે જાગૃતિ કેળવવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંગદાન અંગે જાગૃતિ અભિયાન ચલાવતા દિલીપ દેશમુખ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં વિધાર્થી અને ભાઈ-બહેનો જોડાયા હતા. ઓર્ગન ડોનેશનનો સંકલ્પ પણ કેટલાક અગ્રણી ડોકટરો દ્વારા લેવામાં આવ્યો હતો.
Published : Feb 25, 2024, 6:07 PM IST
ધરમપુર: વર્તમાન સમયના જંકફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે. જેમાં પણ ડાયાબીટીસને કારણે કિડની ફેલ્યર, હાર્ટ ફેલ્યર અને લીવર ફેલ્યરની બીમારી બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપાન્ટની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઉભી થાય છે. ઓર્ગન મેળવવા અગાઉથી નામ નોંધાવવું પડે છે અને જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પેહલા તો દર્દી ઈશ્વર શરણ થઈ જાય છે. આમ ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈનું અકાળે મૃત્યુ ન થાય એ માટે હાલ કચ્છમાં રહેતા દિલીપ ભાઈ વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે.
દિલીપ ભાઈ દેશમુખ વર્ષ 2020માં તેમનું પોતાનું લીવર ખરાબ થઇ જતા તેમની સ્થિતિ ખુબ નબળી બની હતી. તેમને મળવા આવતા અનેક તેમના શુભ ચિંતકો પણ હવે દિલીપ કાકાના હવે થોડા દિવસ જ બચ્યા હશે એવો વિચાર કરતા હતા પરંતુ લીવર ટ્રાન્સ પ્લાન્ટ અમદવાદ સિવિલ હોસ્પિટલ આમદાવાદમાં કરાવ્યા બાદ આજે તેઓ ફીઝ્કલી ખુબ ફીટ છે પરંતુ ઓર્ગન મેળવવા માટે તેમને પડેલી મુશ્કેલી અન્ય ને ના પડે એવા હેતુથી તેઓ અંગદાન અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે.
ધરમપુર ખાતે આયોજિત વિશેષ અંગદાન જાગૃત્તતા કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે, 'સમગ્ર ભારત ભરમાં એક સર્વે મુજબ કીડની, લીવર, હાર્ટ અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટ માટે 5 લાખ દર્દીઓ નોધાયા છે એટલે એ તેઓના લીવર, કીડની કે હાર્ટ ફેઈલ થઇ ચુક્યા છે ત્યારે આવા લોકો માટે વધુમાં વધુ લોકો અંગદાન કરવા આગળ આવે તે જરૂરી છે.'
પોતાના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ તેઓ એ ભોગવેલ પીડા અને તેમનામાં આવેલા પરિવર્તન બાદ દિલીપ ભાઈ સમાજ માટે કંઈક કરવા આગળ આવ્યા છે. તેમણે ઓર્ગન ડોનેશન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થપના કરી છે. તેઓ સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી રહ્યા છે. જેથી જે જરૂરીયાત મંદ દર્દીઓ છે તેમને ઓર્ગન મેળવવા માટે મુશ્કેલી ના સર્જાય અને તેમનું જીવન બચી જાય.
ઓર્ગન ડોનેશન માટે કેટલીક ગેરમાન્યતા પ્રવર્તી રહી છે
અંગદાન કરવા માટે ભારતના લોકોને કેટલીક ધર્મિક માન્યતા આડે આવતી હોવાની કબુલાત દિલીપભાઈ દેશમુખે કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે માન્યતા કરતા માનવતા મોટી છે અને ધાર્મિક માન્યતા એમ કહેતી હોય કે જો ગણપતીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય, જો દધીચિ ઋષિ એ પોતાના અસ્થીઓનું દાન કર્યું હોય, શીવી રાજાએ જો પક્ષી માટે પોતાનું માંસ આપ્યું હોય તો આપણે અંગદાન કેમ ન કરીએ? આજે અનેક બહેનો એવી છે જે પોતાના પતિ માટે અંગોની પ્રતીક્ષા કરી રહી છે તો એને નવજીવન કેમ ના મળે સતી સાવિત્રીના દેશમાં વિશ્વનાથના દેશમાં કોઈ અનાથ ના રહેવું જોઈએ અંગોની પ્રતીક્ષામાં એટલા માટે આ અંગદાન જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે.