ETV Bharat / state

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ, મહુવા અને ભાવનગર યાર્ડમાં શું નક્કી થયા ભાવ જાણો? - ONION INCOME STARTED IN MAHUVA YARD

ભાવનગરના મહુવા યાર્ડમાં 2 અઠવાડિયા પહેલા ધીમીધારે ડુંગળીની આવક શરૂ થઈ હતી. ત્યારે મબલખ આવકનો પ્રારંભ થઇ ગયો છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 12:10 PM IST

ભાવનગર: જિલ્લાના મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. મહુવા યાર્ડમાં આવક અડધો લાખ નજીક પહોંચવા આવી છે. જયારે ભાવનગર યાર્ડમાં ડુંગળીની આવક ધીમીધારે શરૂ થઈ છે. ગરીબોની કસ્તુરીના નીચા ભાવ અને ઊંચા ભાવ હાલ મળી રહ્યા છે.

મહુવા યાર્ડમાં ડુંગળીની પહેલા આવક અને ભાવ: ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળી પકવવામાં મોખરે છે. ત્યારે મહુવા યાર્ડમાં ઓક્ટોંબર મહિનાથી ડુંગળીની આવક શરૂ થઈ હતી. ઓક્ટોંબરમાં ડુંગળીની શરૂઆત થતાં 23 ઓક્ટોંબરે 4843 લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની 434 થેલીની આવક થવા પામી હતી. જો કે ત્યારે ભાવ લાલ ડુંગળીના નીચા ભાવ 103 અને ઊંચા ભાવ 928 રહ્યા હતા. જ્યારે સફેદ ડુંગળીમાં 253 નીચા અને 500 ઊંચા ભાવ રહેવા પામ્યા હતા. જો કે જાન્યુઆરી સુધીમાં લાખોમાં ડુંગળીની આવક થતી હોય છે. પણ ઓક્ટોંબર મહિનો આવકનો પ્રારંભિક મહિનો કહેવાય છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ (Etv Bharat gujarat)
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ (Etv Bharat gujarat)

યાર્ડમાં કેટલી પહોંચી આવક?: મહુવા યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળીયાએ મહુવા માર્કેટીંગ યાર્ડના પત્રને રજૂ કર્યું હતું. જેમાં ડુંગળીની આવક 28 નવેંબરના રોજ 45264 લાલ ડુંગળીની આવક થઈ છે. જેમાં નીચા રુ. 200 અને સૌથી ઊંચા ભાવ રુ. 808 ખેડૂતોને મળવા પાત્ર થયા છે. જ્યારે સફેદ ડુંગળીની પણ આવક થવા પામી છે. જેમાં 8370 થેલીની આવક થઈ હતી. જેમાં સફેદ જૂની ડુંગળીના નીચા ભાવ રુ. 350 થી રુ. 1015 મળ્યા હતા. જ્યારે સફેદ નવી ડુંગળીમાં નીચા રુ, 300 અને ઊંચા ભાવ રુ. 851 મળ્યા હતા. આમ ખેડૂતોને લાલ ડુંગળીમાં ભાવો મળવાપાત્ર થયા છે.

ભાવનગર યાર્ડમાં પણ નજીવી આવક શરૂ: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડના જાહેર થયેલા 28 નવેંબરના ભાવપત્રકમાં લાલ ડુંગળી 3860 થેલી થઇ છે. જ્યારે તેના નીચા ભાવ રુ. 225 અને ઊંચા ભાવ રુ. 876 મળવાપાત્ર થયા છે. જ્યારે સફેદ ડુંગળીની 2 ગુણીની માત્ર આવક થઈ હતી. જેમાં ઓછો ભાવ રુ. 413 અને વધુ ભાવ રુ. 413 મળ્યો છે. આમ જિલ્લામાં ખરીફ પાકની તૈયાર થઈ ગયેલી માર્કેટીંગ યાર્ડમાં આવવાનો પ્રારંભ થયો છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં સ્પર્મ વ્હેલ માછલીની કરોડો ઉલ્ટી સાથે 2 શખ્સની અટકાયત કરાઈ
  2. ભાવનગરમાં ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો કેમ છે ચિંતિત? ETV BHARAT સમક્ષ ઠાલવી વ્યથા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.