ગાંધીનગર: પોલીસ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર વ્યાજ ધિરાણનો વ્યવસાય કરનારા તત્વો સામે ખાસ ઝુંબેશ ચાલવામાં આવી રહી છે. પોલીસ દરેક જિલ્લાઓમાં લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી નાણાં ધિરનારા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને આજે 10 દિવસ પૂરા થયા છે. હજુ આ અભિયાન 31 જુલાઈ સુધી અભિયાન ચાલુ રહેશે.
વ્યાજખોરો સામે 71 FIR દાખલ: અત્યાર સુધી રાજ્યમાં વ્યાજખોરો સામે 71 FIR દાખલ કરવામાં આવી છે. રાજ્યમાંથી 43 વ્યાજખોરો ની ધરપકડ કરવામાં આવી છે. નાસતા ફરતા 89 વ્યાજખોરોની ધરપકડ કરવાની બાકી છે. તેમની પાછળ ટીમો લાગી છે. આ ગમે દિવસોમાં પણ આ કાર્યવાહી શરૂ રહેશે. આ અભિયાન અંતર્ગત બેન્કિંગ અને નાણાં ધીરવાનો ધંધો કરતી સહકારી સંસ્થાઓને પણ મદદ લેવામાં આવી રહી છે. દરેક એકમમાં વ્યાજખોરો વિરુદ્ધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હવે ટ્રાફિક નિયમ ભંગ કર્યા તો આવી બન્યું: રાજ્ય પોલીસ વિભાગ ટ્રાફિક જાગૃતિ લાવવા માટે ખાસ અભિયાન ચલાવી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં આ અભિયાન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને સબક શીખવાડવા માટે પોલીસે કમર કસી છે. રજ્યના 4 મહાનગરમાં 1 અઠવાડિયા માં 2153 ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. સમાજમાં ટ્રાફિક નિયમ ભંગ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે મેસેજ આપવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે.
કેન્દ્ર સરકારે ત્રણ નવા કાયદાઓ લાગુ કર્યા છે. આ નવા કાયદાઓનો અમલ દેશભરમાં શરૂ થઈ ગયો છે. 1 જૂલાઈથી નવા ત્રણ કાયદા આમલ આવી ગયા છે. ગુજરાત પોલીસ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આગ્રિમ છે. દેશમાં લાગુ થયેલા નવા ત્રણ કાયદા અંતર્ગત પ્રક્રિયા ચાલુ છે.
ગાંધીનગર જિલ્લામાં ચિલોડામાં રવિવારે રાત્રે 1 વાગે પહેલો ગુન્હો નવા કાયદા મુજબ દાખલ થયો છે. રાજ્યમાં નવા કાયદાના અમલથી 1 જૂલાઈએ જ 164 ગુન્હા નવા કાયદા મુજબ દાખલ થયા છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ થયો છે.