ETV Bharat / state

ગીર સોમનાથ ડિમોલિશન: સુપ્રીમ કોર્ટે 2 ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી, જાણો... - SC ON GIR SOMNATH DEMOLITION

સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશન ડ્રાઇવ સંબંધિત અરજી પર સુનાવણી મુલતવી રાખી છે.

સુપ્રીમ કોર્ટે 2 ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી
સુપ્રીમ કોર્ટે 2 ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 6:14 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશન સંબંધિત અરજી પર સુનાવણી મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે ગુજરાત સરકારે કહ્યું છે કે, તે અરજદારની અરજીનો જવાબ આપશે પછી સુનાવણી કરશે. આમ, સુનાવણી 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.

ગુજરાત સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તેઓ જવાબ દાખલ કરી રહ્યા છે અને તે આજ સુધીમાં દાખલ કરવામાં આવશે. આ બાબત જાણ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ડિસેમ્બરમાં નક્કી કરી છે.

સર્વોચ્ચ અદાલત સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી. તમને જણાવી દઈએ કે, આ અરજી એડવોકેટ અનસ તનવીરના માધ્યમથી દાખલ કરવામાં આવી હતી. જેમાં 17 સપ્ટેમ્બરના આદેશનું જાણીજોઈને ઉલ્લંઘન કરવા બદલ ગુજરાતના અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

અહીં જાણવા જેવી બાબત એ છે કે, ગુજરાત સરકારે અગાઉ સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી હતી કે, ગીર સોમનાથમાં જે જમીનો પર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તે જમીન આગામી સુનાવણી સુધી કોઈ તૃતીય પક્ષને ફાળવવામાં આવશે નહીં.

જમાત ઉપરાંત ઓલિયા-એ-દિન કમિટી, જૂનાગઢે પણ સોમનાથ ખાતે ડિમોલિશન ડ્રાઇવ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરી છે.

સર્વોચ્ચ અદાલતે પ્રારંભિક સુનાવણીમાં ડિમોલિશન પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે, જો તેને લાગે છે કે આ કેસમાં તેના આદેશની અવગણના કરવામાં આવી છે, તો તે માત્ર કથિત દોષિત અધિકારીઓને જેલમાં મોકલશે નહીં, પણ તોડી પાડવામાં આવેલ સંપૂર્ણ માળખાને પુનઃસ્થાપિત કરવાનો પણ આદેશ આપશે.

17 સપ્ટેમ્બરના રોજ, સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે સુનાવણીની આગામી તારીખ સુધી કોર્ટની પરવાનગી વિના દેશભરમાં ક્યાંય પણ ડિમોલિશન કરવામાં આવશે નહીં. જો કે, 17 સપ્ટેમ્બરના રોજ, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં રસ્તા, શેરી, ફૂટપાથ, રેલ્વે લાઇનની બાજુમાં અથવા નદી અથવા જળાશય જેવા કોઈપણ જાહેર સ્થળ પર કોઈપણ અનધિકૃત બાંધકામ હોય તેવા કિસ્સામાં તેનો આદેશ લાગુ થશે નહીં. આ ઉપરાંત એવા કિસ્સાઓમાં પણ કે જ્યાં કોર્ટ દ્વારા ડિમોલિશનનો આદેશ આપવામાં આવ્યો હોય.

કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, ગુજરાતના સત્તાવાળાઓએ 28 સપ્ટેમ્બર 2024 ની વહેલી સવારે મસ્જિદો, ઇદગાહ, દરગાહ, સમાધિઓ અને મુતવાલીઓના રહેણાંક સ્થળો સહિત સદીઓ જૂના મુસ્લિમ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર રીતે તોડી પાડ્યા છે જોકે આ માટે કોર્ટ તરફથી કોઈપણ સૂચના જારી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો:

  1. જમ્મુ-કાશ્મીરના યુવાનોમાં જોવા મળી દેશભક્તિની લહેર, સેનામાં ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમટ્યા
  2. ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક કરી રહેલા અધિકારીઓને તેમણે સવાલ કર્યો - શું તમે મોદી-શાહની બેગ ચેક કરી?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.