વલસાડ: વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે. અને આ દરિયા કિનારાના આવેલા અનેક નીચાણવાળા ગામોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી પુરમાં ફરી વળે છે. જેના કારણે દર ચોમાસામાં વધુ વરસાદ થતાં જ અનેક નાના પુલો વરસાદી પાણીમાં ડૂબી જતા હોય છે. જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થાય છે. અને સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગની એક યાદીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. સાથે જ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુકાવાની શક્યતા છે. આ તમામ શક્યતાઓને જોતા NDRFની એક ટીમ વલસાડમાં તૈનાત કરવામાં આવી છે.
![NDRFની ટીમે તિથલના દરિયા કિનારા વિસ્તારની લીધી મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/gj-vld-02-ndrfteamstandby-at-valsad-avb-gj10047_22062024140806_2206f_1719045486_156.png)
NDRFની ટીમે તિથલ દરિયા કિનારાની લીધી મુલાકાત: પાંચ દિવસની ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ હાલ વલસાડમાં પહોંચી છે. જેના દ્વારા આજે તિથલના દરિયા કિનારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં હાઈટાઈટના સમયમાં વરસાદનું પાણી કિનારાના વેચાણવાળા વિસ્તારમાં ન ફરી વડે તે માટે અનેક જગ્યાઓની નોંધ લેવાય છે.
![NDRFની એક ટીમ વલસાડમાં તૈનાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/gj-vld-02-ndrfteamstandby-at-valsad-avb-gj10047_22062024140806_2206f_1719045486_882.png)
NDRFની ટીમ બચાવ કાર્ય માટે સજ્જ: NDRFની ટીમના અંકુર શર્માએ જણાવ્યું કે NDRFની ટીમ અનેક હત્યાધુનિક સાધનોથી સજજ છે. અનેક જગ્યાએ જો વરસાદી પાણી ભરાઈ જાય અને એવા સમયે જો કોઈ પરિવાર ફસાઈ હોય તો તેમને ઉગારી લેવા માટે પણ તે સક્ષમ છે અને આ જ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો ન થાય અને જો ભરાવો થાય એવી જગ્યાઓ હોય તો તે તમામ પ્રકારની નોંધ લેવા માટે આજે ટીમ દ્વારા વિશેષ સ્થળો પર મુલાકાત લેવાઈ હતી.
98 જેટલા રોડ વધુ વરસાદ થતાં બંધ: ગત ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પડેલા વરસાદના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 98 જેટલા રોડો વરસાદી પાણીમાં ફરી વળવાને કારણે બંધ થઈ જવા પામ્યા હતા. એટલે કે આવા રોડ ઉપર આવેલા ચેકડેમ કમ કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો.
24 તારીખના રોજ 63mm જેટલો વરસાદ નોંધાવવાની શક્યતા: સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ 24 તારીખના રોજ સૌથી વધુ વરસાદ નોંધાય એવી શક્યતા છે. હાલમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી કૃષિ હવામાન સલાહકાર બુલેટિન અનુસાર 24 તારીખના રોજ 63mm જેટલો વરસાદ નોંધાય એવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. અને જેને લઈને ખેડૂતોને પણ ખેતીવાડીમાં ખેતરોમાં તકેદારી રાખવાની સૂચનો આપવામાં આવી છે.
- વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી : પારડી તાલુકામાં 16 mm વરસાદ ખાબક્યો, ડાંગરના ખેડૂતો ખુશખુશાલ - Valsad weather update
- તો હવે છત્રી સાથે રાખવાનું ભૂલતા નહીં, સમગ્ર ગુજરાતમાં છે વરસાદની સંભાવના, જાણો - GUJARAT WEATHER FORECAST