વલસાડ: ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની નદીઓના જળસ્તર વધવા લાગ્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં પણ સ્થિતિ ચિંતાજનક બનવા લાગી છે. વલસાડ જિલ્લાના હિંગળાજ ગામમાં ઔરંગા નદીનું પાણી ઘુસી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં તેમજ પાણીમાં ફસાઈ જવાના કારણે 7 લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
#WATCH वलसाड, गुजरात: NDRF के इंस्पेक्टर रमेश कुमार ने बताया, " हमें जिला प्रशासन से सूचना मिली कि लगातार बारिश और औरंगा नदी में हाई टाइड के कारण नदी का पानी आसपास के निचले इलाकों में आ गया। इस वजह से हिंगलाज गांव में 7 लोग फंसे गए। ये मछली पकड़ने का काम करते हैं और उनके पास बाहर… https://t.co/a28oRD6hus pic.twitter.com/ys4kzijcId
— ANI_HindiNews (@AHindinews) August 5, 2024
એનડીઆરએફના નિરીક્ષક રમેશ કુમારે જણાવ્યું હતું કે, "અમને જિલ્લા વહીવટી તંત્ર તરફથી માહિતી મળી હતી કે ઔરંગાબાદ નદીમાં સતત વરસાદ અને ભારે ભરતીના કારણે નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવી ગયા હતા. જેના કારણે 7 લોકો ફસાયા હતા. હિંગળાજ ગામમાં તેઓ માછીમારી કરવા ગયા હતા અને તેમની પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નહોતો કારણ કે અમે તેમને બહાર કાઢ્યા છે.