ETV Bharat / state

ડુંગરની ભેખડમાં ઈસમે છુપાવી રાખી હતી દેશી બનાવટની બંદુક, નવસારી SOGએ આરોપીને ઝડપ્યો - handmade gun caught - HANDMADE GUN CAUGHT

નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ ઘોડમાળ ગામ ખાતેથી ગેરકાયદે બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો છે. આરોપીએ પોતાના ઘરની બાજુમાં આવેલા ડુંગરની ભેખડમાં આ બંદુકે છુપાવી રાખી હતી જે SOG પોલીસે શોધી કાઢી છે અને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

દેશી બનાવટની બંદુક સાથે ઈસમ ઝડપાયો
દેશી બનાવટની બંદુક સાથે ઈસમ ઝડપાયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 10:25 PM IST

Updated : Apr 6, 2024, 10:48 PM IST

દેશી બનાવટની બંદુક સાથે ઈસમ ઝડપાયો

નવસારી: જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા આદિવાસી વિસ્તાર ઘોડ માળ ગામેથી નવસારી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મોવજુ કાળુભાઈ પાસરિયા નામના વ્યક્તિ પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બ્રાઉન કલરની લાયસન્સ વગરની બંદૂક ઝડપી પાડી છે. આરોપીએ છેલ્લા લાંબા સમયથી આ બંદુક પોતાના ઘરની બાજુમાં આવેલા ડુંગરની ભેખડમાં છુપાવી રાખી હતી, જેને પોલીસે તપાસ દરમિયાન શોધી કાઢી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી બનાવટની બંદુક સાથે ઈસમ ઝડપાયો
દેશી બનાવટની બંદુક સાથે ઈસમ ઝડપાયો

આરોપી મોવજુ કાળુભાઈ પાસરિયા આ બંદૂકનો ઉપયોગ સામાજિક કાર્યકર હોવાના નાતે પોતાનો રૂંઆબ જાળવવા માટે આ બંદૂકથી ફાયરિંગ કરી ઉજવણી કરતો હોવાની પોલીસને શંકા છે. મહત્વપૂર્ણ છે કે, જિલ્લામાં જ્યારે લોકસભા ચૂંટણીઓને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા અલગ-અલગ જાહેરનામામાં હથિયારોના લાઇસન્સ ધરાવતા લોકો માટે હથિયારો જમા કરાવવા માટેનો આદેશનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે વાંસદા તાલુકામાં આવેલા ઘોડ માળ ગામના મોવજુ પાસરિયા પાસેથી ગેરકાયદેસર બંદૂક રાખવા બદલ વાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાએ જણાવ્યું હતું કે, અમારી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી. જેમાં ઘોડ માળ ગામમાં રહેતા મોવજૂ પાસરિયા નામના ઇસમ પાસે દેશી હાથ બનાવટની બંદૂક હોવાની જાણકારી મળી હતી. જેને લઇને પોલીસે ઘોડ માળ ગામમાં રહેતા આરોપીના ઘરે છાપો મારી ઘરની બાજુમાં આવેલા ડુંગરની ભેખડમાં સંતાડી રાખેલી બંદૂક કબજે લઈ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. જામનગરમાં એક સોસાયટી ડિફોલ્ટર સભાસદને ૯ માસ જેલની સજા, જાણો શું હતો સમગ્ર મામલો... - society defaulter jail
  2. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ચાર દિવસમાં આઠ હત્યા, સીસીટીવી કેમેરામાં કેદ બુટલેગરની હત્યા - Surat Crime

Last Updated : Apr 6, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.