નવસારી: નવસારીના રેલ્વે ટ્રેક ઉપરથી ચાલુ ટ્રેનમાંથી શિક્ષકનો મોબાઈલ લૂંટવાના પ્રકરણમાં નવસારી એલસીબીએ સુરતના બે રીડા ગુનેગારની ધરપકડ કરી છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ રેલ્વે ટ્રેક પર જઈ મોબાઈલની લૂંટ કરતા બંને આરોપીઓની લૂંટમાં એક નિર્દોષ શિક્ષકે પગ ગુમાવવાનો વારો આવ્યો છે. શું હતી સમગ્ર લૂંટની ઘટના...
લૂંટ ચલાવનારની ધરપકડ: ટ્રેનમાં સુરતથી વાપી જઈ રહેલા શિક્ષક સાથે નવસારીના રામનગર રેલ્વે પાટા પાસે મોબાઇલ સ્નેચિંગની ઘટના બની હતી. જેમાં લુંટારૂઓ દ્વારા મોબાઇલ ખેંચવા જતા શિક્ષક પણ નીચે પટકાયા હતા. જેમાં તેમના એક પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં વલસાડ GRPF ખાતે મોબાઇલ સ્નેચિંગને લઈને ગુનો નોંધાયો હતો. જેની તપાસમાં નવસારી LCB પણ મદદ લેવામાં આવી હતી. જેમાં બંને આરોપીઓ પરિવાર નવસારીમાં મોબાઈલની લૂંટ ચલાવવા આવતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
શિક્ષક ટ્રેનના ટ્રેક પર પટકાયા: 18 મી સપ્ટેમ્બરના રોજ સુરતથી કર્ણાવતી ટ્રેનમાં બેસીને વાપી જઈ રહેલા શિક્ષકે ટ્રેનના ડબ્બામાં વધારે પડતી ભીડ હોવાથી રેલવેના દરવાજા પાસે બેસી ગયા હતા અને નવસારી આવતા ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન વિજલપોર પાસેના રામનગરથી આંબેડકર નગરની વચ્ચેના ટ્રેક પાસે બે મોબાઇલ લુંટારૂઓએ મોબાઈલ ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન તેમનો હાથ ખોળામાં રહેલી બેગમાં ભેરવાઈ જતા શિક્ષક પણ નીચે પટકાયા હતા.
આ ઘટનામાં તેમને શરીરે ગંભીર ઈચ્છા થઈ હતી. તેમજ ડાબા પગનો પંજો છૂટો પડી ગયો હતો. જેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમના પગનું ઓપરેશન કરીને તેમનો જીવતો બચાવી લીધો હતો. પરંતુ પગનો કેટલોક ભાગ કાપવો પડ્યો હતો.
બે આરોપીની ઘરપકડ: આ સમગ્ર ઘટનાની ફરિયાદ વલસાડ ખાતેના ગુજરાત રેલવે પ્રોટેક્શન ફોર્સ GRPF માં નોંધાઈ હતી. જેની તપાસ PSI હસમુખ ચૌધરી કરી રહ્યા છે. આ કેસ નવસારીમાં બન્યો હોવાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી હતી. ટેકનિકલ એલાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એલસીબીએ સુરત ખાતે રહેતા બે રીઢા ગુનેગાર આરોપી વિકાસ રાજપુત અને સૂરજ જેસવાલની નવસારીમાં ફરિવાર લૂંટ કરવા આવતા ઝડપી પાડ્યા છે.
મુખ્ય આરોપી મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે: નવસારી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો બનાવ બન્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા મોબાઈલ ઝપટવાના બનાવમાં ટ્રેનના દરવાજા પર બેસેલા યુવાનનું નીચે પટકાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં સારવાર દરમિયાન તેનો પગ કાપવાની ફરજ પડી હતી. જે અકસ્માતની ગંભીરતાને જોઈને વલસાડ રેલવે પોલીસ સાથે નવસારી પોલીસે સહકાર લઈને નવસારી એલસીબી પોલીસે ગઈકાલે આ બનાવના મુખ્ય બે આરોપીને ઝડપી લીધા હતા. જેમાં મુખ્ય આરોપી મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેની ધરપકડ કરીને વલસાડ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: