ETV Bharat / state

સગા ભાઈએ કર્યો બહેન-બનેવી પર જીવલેણ હુમલો, જાણો સમગ્ર મામલો - Navsari crime

નવસારીમાં એક યુવકને પ્રેમલગ્ન કરવું ભારે પડ્યું છે. યુવતીનો પતિ અન્ય ધર્મની હોવાથી રોષે ભરાયેલા ભાઈએ પોતાની જ બહેન પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ બનાવમાં બનેવી ઈજાગ્રસ્ત થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સગા ભાઈએ કર્યો બહેન-બનેવી પર જીવલેણ હુમલો
સગા ભાઈએ કર્યો બહેન-બનેવી પર જીવલેણ હુમલો (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 7:51 PM IST

સગા ભાઈએ કર્યો બહેન-બનેવી પર જીવલેણ હુમલો (ETV Bharat Desk)

નવસારી : નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુવાનને પ્રેમ લગ્ન કરવું ભારે પડ્યું છે. અન્ય ધર્મની યુવતી સાથે આંખ મળી જતાં બંને પરિવારની વિરુદ્ધ જઈ યુવક-યુવતીએ લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી ચીડાયેલા ભાઈએ પોતાની જ બહેન પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચી છે.

પ્રેમલગ્ન વિરુદ્ધ હતો પરિવાર : હુમલાનો ભોગ બનનાર યુવક આર્યન નરેશભાઈ દુસિંગ નવસારીના શાંતાદેવી રોડ પાસે રહે છે. વ્યવસાયે રત્નકલાકાર આર્યને છ માસ અગાઉ સત્તાપીરમાં રહેતી યુવતી આફરીન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ યુગલ સુખેથી જીવન ગુજારતા હતા, પરંતુ આ પ્રેમ લગ્ન યુવતીના પરિવારને મંજુર નહોતા.

ભાઈએ કર્યો બહેન પર હુમલો : બે દિવસ અગાઉ યુવાન આર્યન અને તેની પત્ની આફરીન માણેકલાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવેલા યુવતીનો ભાઈ સુફિયાને એકાએક બહેનને પૂછ્યું કે, તારે શું કરવું છે અને ઉશ્કેરાઈને તેના પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. પોતાની પત્ની આફરીનને બચાવવા આર્યન વચ્ચે પડ્યો હતો. જેમાં સુફિયાને તેને પણ માર મારતા સ્થાનિકોએ બંનેને છોડાવ્યા હતા.

હુમલામાં બનેવી થયા ઘાયલ : ત્યારબાદ પતિ-પત્ની પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે નાગ તલાવડી પોસ્ટ ઓફિસ પાસે સાળા સુફિયાને આવીને બનેવી આર્યન પર કોઈ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં આર્યનને હાથમાં ભાગે ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

પોલીસ ફરિયાદ : યુવતીના ભાઈએ પોતાની બહેન પર હુમલો કરતા વચ્ચે પડેલા પતિ પર પણ સાળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાતા PSI સમીર કડીવાળાને કેસની તપાસ સોંપવામાં આવી છે. આરોપી સુફિયાની ધરપકડ હજી સુધી થઈ નથી.

  1. સ્કૂટર ધીમે ચલાવવાનું કહેતા એસિડ એટેક કર્યો, ભુજમાં નજીવી બાબતે 9થી વધુ લોકોને હોસ્પિટલ ભેગા થવું પડ્યું
  2. ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરતાં મુસ્લિમ મહિલાના ઘર પર થયો હુમલો, બળાત્કારનો પણ પ્રયાસ - Agra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.