નવસારી: નવસારીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેન્દ્રમાં મંત્રી પદના શપથ લીધા. ત્યારબાદ પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર નવસારી ખાતે આવ્યા હતા. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારીના બી આર ફોર્મ ખાતે કાર્યકર્તાઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પોતાની હાજરી આપવા માટે આવેલા સીઆર પાટીલે પોતાના સંબોધન દરમિયાન બનાસકાંઠા બેઠક ગુમાવવા બદલ કાર્યકર્તાઓની માફી માંગી હતી.
પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે બનાસકાંઠા બેઠક 30,000 મતથી હાર્યા છે. આપણે એક કરોડથી વધુની લીડ મેળવી હતી, પણ 30000 મત માટે એક સીટ ગુમાવી જેનું દુઃખ ઘણું થયું. પણ દોષ મારો છે. અધ્યક્ષ તરીકે તમામ જસ મને મળતો હોય ત્યારે આ એક સીટ ગુમાવવા બદલ અપજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી છે.
સી આર પાટીલે કાર્યકર્તાઓ સમક્ષ બે હાથ જોડી માફી માંગી હતી. અને કહ્યું હતું કે બનાસકાંઠાની સીટ હારવાની તમામ જવાબદારી હું સ્વીકારું છું. એના માટે તમામ કાર્યકર્તા પાસે હું હાથ જોડીને માફી પણ માગું છું મારા કારણે પાછલા બે ટર્મ 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટી 26 સીટ જીતી છે પરંતુ આ વખતે એક સીટ ગુમાવી તેના વસવશા સાથે હું આ તમામ જવાબદારી સ્વીકારું છું.