ETV Bharat / state

નર્મદા લાઈનમાં ભંગાણ ઝડપથી નહીં પૂરાય તો આકરા ઉનાળે ભૂજમાં પાણીની કટોકટી ! - Bhuj Water Crisis - BHUJ WATER CRISIS

નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ એક બે દિવસમાં જો પાણી નિયમિત વિતરણ કરવાનું શરૂ નહીં થાય તો ભુજવાસીઓને પીવાના પાણીના પણ ફાંફાં મારવા પડશે, તેવી સ્થિતિ નિર્માણ પામશે.

ભુજમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ, જો નર્મદા લાઈનમાં ભંગાણ ઝડપથી નહીં પૂરાય તો પાણીની કટોકટી સર્જાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 9:39 PM IST

આકરા ઉનાળે ભૂજમાં પીવાના પાણીના ફાંફાં

ભુજ : છેલ્લાં 5 દિવસથી નર્મદા લાઈનમાં ભંગાણને પગલે ભુજમાં પાણી વિતરણ ઠપ થતાં હવે પાણી વિના લોકોની મુશ્કેલી વધી રહી છે. એક ટેન્કરના 1200થી 1500 ભાવ દેતાં પણ ટેન્કર ન મળતાં શહેરીજનો લાચારી અનુભવી રહ્યા છે. ભુજોડી બ્રિજ નીચે દબાઈ ગયેલી 900 ડાયામીટરની નર્મદા લાઈનમાં ભંગાણ સાંધવું શક્ય ન હોવાથી અમૃત યોજના હેઠળ નખાયેલી 500 ડાયામીટરની લાઈનમાં જોડાણ અપાયું, પણ એ લાઈનમાં પણ 13થી 14 જગ્યાએ લીકેજ સામે આવતાં તેનું સમારકામ શરૂ કરાયું છે.

સ્થાનિક લોકો અને કોંગ્રેસ ટાંકા પર પહોંચી વિરોધ નોંધાવ્યો : આજે ભુજના ચોક્કસ વિસ્તારોમાં પાણી ન આવતા હોવાની ફરfયાદ સાથે કોગ્રેસના ચુંટાયેલા સભ્યો સહિતની ટીમ રાવલવાડી પહોંચી હતી અને વિરોધ નોંધાવતા પોલીસને આવવુ પડ્યું હતું તો કોગ્રેસ સાથે સ્થાનિક લોકોનો મોરચો પણ પાણીની સમસ્યા અંગે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર બાદ પાણીના ટાંકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી માત્ર પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને જ ત્યા એન્ટ્રી આપવામાં આવી હતી.

જૂની લાઈન શરૂ કરતાં પ્રેશરના કારણે લિકેજની સાથે ફૂંવારા : છેલ્લા બે દિવસથી પાઇપલાઇનમાં લીકેજ સામે આવતાં ભુજિયાના ટાંકા સુધી પાણી પહોંચી શકતું નથી. ભુજ નગરપાલિકાના સતાધીશો દ્વારા 2 દિવસોમાં સમારકામ પૂર્ણ થઈ જશે અને પાણીની કરકસર કરવા લોકોને જણાવવામાં આવ્યું હતું. ગતરોજ નળ સર્કલ તેમજ સ્મૃતિવન પાસે લાઈનમાં લીકેજના પગલે ઊંચે ઊંચે સુધી ફૂંવારા ઊડવા સાથે પાણીનો વેડફાટ થયો હતો.હાલમાં નગરપાલિકા દ્વારા 25 જેટલા ટેન્કરના 300 થી વધુ ફેરા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે.

9-10 દિવસથી તેમના વિસ્તારમાં પાણી નથી આવ્યું જ્યારે ટેન્કર નોંધાવવામાં આવ્યું હોય છે અને ટાંકા પરથી કહેવામાં આવે છે કે ટેન્કર તમારા ઘરે પહોંચી જશે પરંતુ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કર નથી પહોંચ્યો.બીજા વિસ્તારોમાં તો કેટલા બધા ટેન્કર દરરોજ જતા હોય છે.અમે લોકો મત આપીએ છીએ છતાં પણ અમને તકલીફો પડી રહી છે.પાણી માટે ટાંકા પર આવીએ તો કહે છે કે કાઉન્સિલરને ફોન કરો જો કાઉન્સિલરો જ મદદ ના કરતા હોય તો આમ જનતા ક્યાં જશે?..પ્રજ્ઞાબેન ભટ્ટી (સ્થાનિક, વોર્ડનંબર 7)

પાણીની કૃત્રિમ રીતે અછત ઊભી કરવામાં આવી : પાણીની સમસ્યા અને ટેન્કર બાબતે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાની પાણીની લાઈન ઘણા વર્ષોથી તૂટેલી હતી.

નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેથી કરીને ભુજમાં પાણીની કૃત્રિમ રીતે અછત ઊભી કરવામાં આવી છે. લોકોને 500 થી 2000 રૂપિયા સુધીના ટેન્કર લેવા પડી રહ્યા છે.ભુજ નગરપાલિકાના 200 રૂપિયા ટેન્કરના ભરીને પણ કેટલા દિવસથી ટેન્કરની રાહ જોઈ રહ્યા છે. ભાજપના લોકો પોતાના મળતિયાને મફતમાં ટેન્કર આપી રહ્યા છે...કિશોરદાન ગઢવી (ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ)

30 ફૂટ ખાડો ખોદ્યા બાદ પણ લાઈન નથી મળી : ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, લીકેજ થયા બાદ સમારકામ માટે લાઈન ગોતવામાં આવી રહી છે 30 ફૂટ ખાડો ખોધ્યા બાદ પણ લાઈન નથી મળી હાલમાં અન્ય સંપમાંથી ટેમ્પ્રરી પાણી વિતરણ શરૂ કરાયું છે. ભુજ નગરપાલિકા દ્વારા પોતાના અને અન્ય મળીને કુલ 25થી 30 જેટલા પાણીના ટેન્કર ચલાવીને ભુજના 11 વોર્ડ છે તે પૈકી 3 વોર્ડમાં સમસ્યા નથી બાકીનાં 8 વોર્ડમાં પાણી ટેન્કર મારફતે વિતરિત કરાઈ રહ્યું છે.

ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે : ભુજ તાલુકાના પ્રાંત અધિકારી અનિલ યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા ચારેક દિવસથી નર્મદાનાં લાઇનમાં ભંગાણના કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે. પારદર્શી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને વોર્ડ મુજબ પાણીના ટેન્કર ફાળવી શકાય.

ફરિયાદો મળી રહી છે કે અમુક વોર્ડમાં જ ટેન્કર પહોંચાડવામાં આવી રહ્યા છે પરંતુ એવું નથી લીસ્ટ ચેક કરતા જાણવા મળ્યું છે કે વોર્ડ મુજબ જ વારાફરતી ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે. ટેકનિકલ ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જૂની લાઈન શરૂ કરવામાં આવી છે તો સાથે જ માધાપર પાસે જે પાણી અટકી ગયું હતું તે પણ ચાલુ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી જશે...અનિલ યાદવ (પ્રાંત અધિકારી)

ખાનગી ટેન્કરો દ્વારા લૂંટ : પાણીની તંગીની પરિસ્થિતિ વચ્ચે ખાનગી ટેન્કર સંચાલકો મનફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. કટોકટી સમયે સામાન્ય પરિસ્થિતિ જેવા જ ભાવ લેવા સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવવા જોઈએ. સામાન્ય રીતે 300માં મળતાં ટેન્કરના હાલમાં અમુક ટેન્કર ચાલકો પાંચ ગણા ભાવ વસુલતા હોવાની ફરીયાદ પણ લોકો કરી રહ્યા છે.

  1. નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ, રીપેરિંગ શરુ કરવા સાથે ભુજ નગરપાલિકાની અપીલ આવી સામે - Bhuj Municipality Appeal
  2. ભાવનગરના આ ગામમાં પાણી પુરવઠાનો સમ્પ છતાં પાણીના ધાંધીયા, આકારા ઉનાળામાં આવી છે ગામની સ્થિતિ... - Water Supply Department Negligence

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.