ETV Bharat / state

પોરબંદરમાં કુખ્યાત સાગર ડબલુની હત્યા, છરીના ઘા મારી કરી હત્યા - MURDER IN PORBANDAR - MURDER IN PORBANDAR

પોરબંદર જિલ્લામાં 20 થી વધુ પ્રોહિબિશન તેમજ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત 23 વર્ષીય સાગર ઉર્ફે ડબલુ મોતીવરસ નામના યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે. 13 આરોપીઓ સામે ગુનો નોંઘી કાર્યવાહી કરાઇ છે. murder in Porbandar

પોરબંદરમાં કુખ્યાત સાગર ડબલુની 13 આરોપીઓએ છરીના ઘા મારી હત્યા કરી
પોરબંદરમાં કુખ્યાત સાગર ડબલુની 13 આરોપીઓએ છરીના ઘા મારી હત્યા કરી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 10:42 PM IST

પોરબંદરમાં કુખ્યાત સાગર ડબલુની 13 આરોપીઓએ છરીના ઘા મારી હત્યા કરી (Etv Bharat gujarat)

પોરબંદર: 20 થી વધુ પ્રોહિબિશન તેમજ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત 23 વર્ષીય સાગર ઉર્ફે ડબલુ મોતીવરસ નામના યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે. તેને છરીના 7 જેટલા ઘા તેમજ પથ્થરના ઘા ઝીંકીને રવિવારના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પોરબંદર શહેર ખાતે આવેલા નવા ફુવારા દિવ્ય જ્યોત આંખની હોસ્પિટલ પાસે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

13 આરોપીઓએ કાવતરુ કરી હત્યા કરી: સમગ્ર મામલે ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આકાશ ઉર્ફે બંધ મગજ ગોહેલ, જુંગી ખુશાલ સહિતના 13 જેટલા વ્યક્તિઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં આકાશ ઉર્ફે બંધ મગજને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પર સતત પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો છે. મરણ પામનારો સાગર તેમજ મોટાભાગના આરોપીઓ ખારવાવાડ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મૃતકના મામા દ્વારા ફરિયાદ દાખલ કરાઇ: બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. તો સાથે જ હત્યાની ઘટના મામલે પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. કમલાબાગ પીઆઇ આર. સી. કાનમિયાએ જણાવ્યું હતું કે, મૃતક સાગર ઉર્ફે ડબલુના 32 વર્ષીય મામા દીપક ઉર્ફે કારો ખારવા દ્વારા રાહુલ ઉર્ફે લાલો ચામડિયા, ખુશાલ જુંગી, ચેતન વાંદરીયા, પવન ઉર્ફે પપ્પુ પરમાર, આકાશ ઉર્ફે બંધ મગજ ગોહેલ સહિત 13 વ્યક્તિઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (2), 111, 115, 352, 61 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધાક જમાવવા સાગરની હત્યા કરાઇ: પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના મામાએ જણાવ્યું હતું કે, સાંજના 5:30 વાગ્યાના અરસામાં સાગર ઉર્ફે ડબલું કેદારનાથ દર્શન કરીને પરત ફર્યો હતો. ત્યારે રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં સાગર ઉર્ફે ડબલુ તેના કોઈ મિત્રની કાર લઈને પોરબંદર નવા ફુવારા પાસે હતો. જે દરમિયાન સાગર ઉર્ફે ડબલુ સાથે પવન ઉર્ફે પપ્પુ પરમાર, રાહુલ ઉર્ફે લાલો તથા કેવલ મસાણી, ખુશાલ જુંગી, પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક સહિતનાએ પોતાની ધાક જમાવવા માટે એક સાથે મળીને દારૂની હેરફેર તેમજ ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓએ મારા ભાણેજ સાગરને મારી નાખવો છે. તેમ કહી છરી અને ઢીકા પાટુના મારીને તેમજ પથ્થર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.

બોલાચાલીનો ખાર રાખી હત્યા કરાઇ: સમગ્ર ઘટનામાં આકાશ ઉર્ફે બંધ મગજ ગોહિલને હાથમાંથી લોહી નીકળતું હતું. જ્યારે મારા ભાણેજને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે હું પણ થોડે દૂર હાજર હતો. પરંતુ બીકના કારણે હું ત્યાં ગયો નહોતો. પરંતુ બાદમાં તમામ લોકો ત્યાંથી ચાલ્યા જતા હું સાગરને 108 મારફતે પોરબંદર સરકારી દવાખાને લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે તેમજ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓ દ્વારા સાગર ઉર્ફે ડબલુની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

  1. 91 વિદ્યાર્થીઓને થઇ ફૂડ પોઇઝનિંગની અસર, સાંસદ જશુ રાઠવા અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા હોસ્પિટલ પહોંચ્યા - Food poisoning to students
  2. શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત - Sabarkantha News

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.