દીવ દમણ: લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવનાર ઉમેશ પટેલ સાંસદ બની ગયા છે સાંસદ બનતા જ આજે પ્રથમ દિવસે ઉમેશ પટેલે દીવ ખાતે તેમના કાર્યકર્તાઓને મળવા માટેનું આયોજન કર્યું હતુ. ઉમેશ પટેલે આગામી દિવસોમાં દીવ અને દમણ લોકસભાના વિકાસની સાથે દીવ દમણના પ્રશાસક અને પૂર્વ સાંસદ લાલુ પટેલ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને તેમની અવ્યવસ્થાને દૂર કરીને દમણ દીવ વિસ્તારને ફરી એક વખત પ્રજાભિમુખ બનાવવાની વાત કરી છે
નવનિર્વાચીત સાંસદ પહોંચ્યા દીવ: દીવ અને દમણના નવનિર્વાચિત સાંસદ ઉમેશ પટેલે આજે ચૂંટણી જીતવાના બીજા દિવસે દીવ ખાતે તેમના કાર્યકર્તાઓને મળવા આવી પહોંચ્યા હતા. દીવ આવ્યા બાદ ઉમેશ પટેલે દીવ અને દમણના વિકાસને લઈને તેમના કાર્યકરો પાસેથી માહિતી પ્રાપ્ત કરી હતી. ભાજપના ત્રણ વખતના સાંસદ લલ્લુ પટેલ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા કેતન પટેલને પરાજય આપીને ઉમેશ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે દીવ અને દમણના વર્તમાન સાંસદ અને પ્રશાસ
કની ચુંગાલમાંથી મુક્ત કરાવીને સાચા અર્થમાં સંઘ પ્રદેશનો વિકાસ થાય તે માટેના કામ કરવાની વાત કરી છે
એનડીએ અને ઇન્ડિયા તરફથી પ્રસ્તાવ: અપક્ષ તરીકે સાંસદની ચૂંટણી જીતનાર ઉમેશ પટેલે આગામી લોકસભાને લઈને પણ તેમના પ્રતિભાવો આપ્યા હતા. હાલ તો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન તરફથી તેમને તેમની તરફેણમાં જોડાવા માટે આમંત્રણ મળી રહ્યું છે, પરંતુ હજી તેઓએ કોઈ નિર્ણય કર્યો નથી. દીવ અને દમણના તેમના મતદારોને મળીને તેઓ કયા ગઠબંધનમાં જોડાવું તેને લઈને કોઈ અંતિમ નિર્ણય કરશે.
પ્રશાસક અને સાંસદ સામે રોષ: નવ નિર્વાચીત સાંસદ ઉમેશ પટેલે દિવ દમણના પ્રશાસક અને પૂર્વ સાંસદ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો," પાછલા વર્ષો દરમિયાન સંઘ પ્રદેશનો જે વિકાસ થવો જોઈએ તેમાં બિલકુલ રોડા નાખવામાં આવી રહ્યા છે. સાંસદ અને પ્રશાસક સમગ્ર સંઘ પ્રદેશમાં જો હુકમ ચલાવી રહ્યા છે તેની સામે તેઓ સતત લડત આપીને સાચા અર્થમાં સંઘ પ્રદેશનો વિકાસ થાય અને તેમના મતદારોની અપેક્ષિત કામ પૂરા થાય તે માટે તેઓ સતત પાંચ વર્ષ સુધી કામ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.