ETV Bharat / state

માતાએ રમવા બાબતે ઠપકો આપતા 10 વર્ષના બાળકને માઠું લાગ્યું, ટ્રેનમાં બેસી ભાગી ગયો, પોલીસ આવી મદદે... - Surat police helped family

બાળકો જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશતા હોય અને આ કિશોરાવસ્થાનો સમયગાળો માતાપિતા માટે ઘણો ચેલેન્જીંગ બની જતો હોય છે. બાળકો આ સમયમાં પોતાના સારા-નરસાની ભેદરેખા સમજતા પહેલા જ ઘણીવાર એવા પગલા પણ લઈ લેતા હોય છે જેને કારણે પરિવાર પણ ચિંતામાં મુકાઈ જાય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પોલીસે કેવી રીતે કરી મદદ ચાલો જાણીએ. - Surat police helped family

સુરત પોલીસે કરી પરિવારની મદદ
સુરત પોલીસે કરી પરિવારની મદદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 4:40 PM IST

સુરત: કિમ પોલીસની હદમાં માતાએ મોડે સુધી રમવા બાબતે ઠપકો આપતાં 10 વર્ષના બાળકને લાગી ગયું માઠું અને ટ્રેનમાં બેસી ભાગી ગયો, પોલીસે શોધખોળ કરી બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

હજુ તો થોડીઘણી સમજણ આવી હોય ત્યાં છોકરાઓને માતા પિતાના સામાન્ય ઠપકામાં પણ માઠું લાગી જતું હોય છે. જોકે તે આમ તો દરેક પરિવારમાં થતું હોય છે પરંતુ ક્યાંરેક કોઈ બાળક ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક બાળક માતાના ઠપકાના કારણે ઘર છોડી ભાગી ગયો હતો. જે મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બાળકને શોધી કાઢી પરિવારને પરત કર્યો હતો. જેને લઇને માતા પિતામાં હર્ષની લાગણી જોવા મળી હતી.

સુરત પોલીસે કરી પરિવારની મદદ (Etv Bharat Gujarat)

પરિવારે ઘણી શોધ કરી પણ...: સુરત જિલ્લામાં કિમ પોલીસની હદમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. તેઓના પરિવારમાં પતિ-પત્ની અને બે દિકરા છે. પતિ સંચા મશીન ચલાવવાનું કામ કરે છે. તેઓના 10 વર્ષીય દિકરો મોડે સુધી ઘરની બહાર રમત રમતા માતાને ગુસ્સો આવ્યો હતો. તેમાં માતાએ ઘરની બહાર મોડે સુધી રમવા ન જવાનું કહી આ બાબતે ઠપકો આપ્યો હતો. જેને લઇને 10 વર્ષના બાળકને ખોટું લાગી આવ્યું હતું. તેણે ઘરથી દુર ચાલ્યું જવાનું નક્કી કરી તે ઘર છોડી ભાગી ગયો હતો. બાળક રાત સુધી ઘરે પરત ના આવતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. દિકરાની શોધખોળ હાથ ધરી હતી. જોકે આસપાસનો આખો વિસ્તાર ખૂંદી નાખ્યા છતાં ઘરથી ભાગી ગયેલા દિકરાનો ક્યાંય પત્તો ન લાગતા બાળકના માતા પિતા કિમ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા.

વિવિધ રેલવે સ્ટેશનનો કર્યો પ્રવાસઃ માતા પિતાની રજૂઆત ગંભીરતાથી લઇને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળક કિમ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. પોલીસે બાળકને લઈને પોલીસ મથકે પહોંચી હતી અને બાદમાં બાળકની જુવેનાઈલ અધિકારીની હાજરીમાં પૂછપરછ કરતા માતાએ બહાર રમવા જવાની ના પાડતા અને ઠપકો આપતા તેને લાગી આવ્યું હોવાનું કહ્યું હતું. કિમ પોલીસ મથકના પીઆઇ એચ. પી જાડેજા એ જણાવ્યું હતું કે, ઘરેથી કિમ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાંથી ભરૂચ રેલવે સ્ટેશન જતો રહ્યો હતો અને ભરૂચથી સુરત રેલવે સ્ટેશન અને સુરતથી પરત ટ્રેન મારફતે કિમ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે 10 વર્ષીય બાળકને તેનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું અને બાળક સહી સલામત મળી આવતા પરિવારે પણ હાંશકારો અનુભવ્યો હતો.

  1. મૃત્યુ બાદ પણ મુશ્કેલી: ધોરાજીના સ્મશાનમાં જાળવણીનો આભાવ, પરિવારજનોને પડી રહી છે તકલીફો - crematorium in Bad condition
  2. UK માં "મણિયારા રાસ" ની રમઝટ : પોરબંદરના આઠ કલાકારનું ગ્રુપ આપશે મહેર સંસ્કૃતિને ઓળખ - Navratri 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.