અમદાવાદ: તહેવારોની મોસમ ચાલી રહી છે સાતમ આઠમ એટલે કે શ્રીકૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો તે દિવસ. તે દિવસને જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર દેશની અંદર કૃષ્ણ પ્રેમીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે વિવિધ પ્રકારે પૂજા કરવામાં આવે છે, લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. કૃષ્ણને પારણામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે માનવામાં આવે છે કે આઠમના દિવસે કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે.
આ તહેવારની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશની અંદર કૃષ્ણ પ્રેમીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતે પણ દર વર્ષે આ તહેવારની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
આ વખતે પણ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ઈસ્કોન ખાતે જન્માષ્ટમી ઉત્સવ માટે વિશેષ આયોજન કરાયું છે. દર વખતે અલગ અલગ થીમ આધારિત સુશોભન કરવામાં આવતું હોય છે અને તે જ પ્રમાણે ભગવાનના વાઘા પણ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે ભગવાનને વનની સાથે પશુ પક્ષીઓ પ્રિય હતા તે માટે તે થીમથી સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું છે સાથે અગત્યની વાત એ છે કે આ થીમ માટે ઇસ્કોન મંદિર દ્વારા 900 કિલોથી વધુ ફૂલો સમગ્ર દેશ અને વિદેશમાંથી મંગાવવામાં આવ્યા.
વિશેષ આકર્ષણ -
- 900 થી વધુ દેશ વિદેશથી ફૂલો મંગાવવામાં આવ્યા
- વન અને પશુ પક્ષીઓ આધારિત થીમથી મંદિરને શણગારવામાં આવ્યું છે.
- લોકોને સરળતાથી દર્શન મળે અને હાલાકી ન પડે તે માટે યોગ્ય સુવિધાઓ કરવામાં આવી છે.
- અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરી ભગવાનના તમામ વાઘા અને મુગટ તૈયાર કર્યા છે.
- 600થી વધુ વાનગીઓ સાથે અન્નકૂટ ધરાવવામાં આવશે
ભગવાન કૃષ્ણના ગર્ભગૃહને દેશ - વિદેશના વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું છે તેની સાથે જ જન્માષ્ટમીના દિવસે ભગવાનના શ્રૃંગાર, આરતી, પંચગવ્ય, પંચામૃત, કેસર, ગંગાજળ તેમજ વિવિધ ફળોના રસથી મહાભિષેક કરવાની સાથે 600થી વધુ વાનગીઓ સાથે અન્નકૂટ ધરાવવામાં આવશે તે પ્રકારની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.