અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું પુરજોરમાં ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ અમુક છૂટ છવાયા વિસ્તારોનમાં જ જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે છેલ્લા દિવસોમાં વરસદદનું જોર થોડું ઓછું હતું.
નવસારી અને વલસાડમાં ભારે વરસાદ: ઉપરાંત રાજ્યના અમુક જિલ્લાઓ અને વિસ્તારોમાં તો છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસ્યો પણ નથી. જો કે ગત તરીક 13 જુલાઇએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ નોંધાયો હતો. જે દર્શાવે છે કે રાજ્યમાં ફરી ભારે વરસાદની શરૂઆત થવાની છે.
પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના: ભારતીય હવામાનના પૂર્વાનુમાન અનુસાર 14 જુલાઇ એટલે કે આજ રોજ ગુજરાતનાં પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સ્થિતિ 15 જુલાઇએ પણ યથાવત રહેશે.
ભારે વરસાદની સ્થિતિ: હવામાન વિભાગની પૂર્વધારણા અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર ફરી 16 જુલાઇ કે તેના પછીથી જોવા મળશે. અને સંપૂર્ણ રાજ્યમાં ત્યાર બાદ અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાશે.