ETV Bharat / state

જામનગર એરપોર્ટ પર બોમ્બ ? સુરક્ષા ટીમે સતર્કતા દાખવતા મોકડ્રીલ યોજી - BOMB PLANTED AT JAMNAGAR AIRPORT

જામનગર એરપોર્ટ પર લોકોને જાનમાલની સુરક્ષા બાબતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું.

જામનગર એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ
જામનગર એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 1:35 PM IST

જામનગર: જામનગર એરપોર્ટ પર લોકોને જાનમાલની સુરક્ષા બાબતે બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ અને SOG સહિતની જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવાના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી.

ગુરુવારે સાંજે એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ પડ્યું છે તેવી બાતમી મળતા જામનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના DYSP જે.એન.ઝાલા દ્વારા જામનગરના એરપોર્ટ પર સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ એજન્સીઓની દોડતી કરાવવામાં આવી હતી.

જામનગર એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ (Etv Bharat Gujarat)

DYSPના સંદેશાના આધારે જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ડોગ સ્કોવોર્ડ, એરપોર્ટની સુરક્ષા એજન્સી, SOG સહિતની જુદી જુદી સુરક્ષા એજન્સીની ટિમો તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચી હતી અને સમગ્ર એરપોર્ટ પરિસરને રાઉન્ડઅપ કરી લીધા પછી બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જે તપાસણી દરમિયાન બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડની ટિમને એક પાર્સલ મળી આવ્યું હતું, જેમાં શંકાસ્પદ વસ્તુ પડેલી હોય તેવો સંદેશો વહેતો કરાયો હતો.

બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ
બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ (Etv Bharat Gujarat)

આ દરમિયાન જામનગર શહેર વિભાગના DYSP જે.એન. ઝાલા ખુદ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા સમગ્ર કવાયત કરવામાં આવી હતી. આખરે સર્ચ ઓપરેશનની કામગીરી સમયસર પૂરી થતાં મોકડ્રીલને પૂર્ણ જાહેર કરાઈ હતી.

આ પણ વાંચો:

  1. સાંવરકુંડલામાં તૈયાર થતા હળની વિદેશમાં પણ માંગ, 70 અલગ અલગ પ્રકારના હળની વિદેશમાં નિકાસ
  2. અમદાવાદ: રોંગ સાઈડમાં જતી કાર-રીક્ષાને AI ડેશ કેમેરાએ આપ્યો ઈ-મેમો, 1 દિવસમાં 67 વાહન ચાલકો દંડાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.